Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સલમાન ખાનની હત્‍યા કરવાનો બિશ્‍નોઇ ગેંગે ૨ વખત પ્રયત્‍ન કર્યો હોવાનો ધડાકો

અભિનેતાનાં ફાર્મ હાઉસ નજીક દોઢ મહિનો રોકાયા‘તા

 મુંબઇ,તા.૧૫ : બોલિવૂડ એક્‍ટર સલમાન ખાન ગેન્‍ગસ્‍ટર લૉરેંસ બિશ્‍નોઇ ગેન્‍ગની રડાર પર છે. સલમાન ખાનને પોતાનો ટાર્ગેટ બનાવવાનો આ ગેન્‍ગે બે વખત પ્રયાસ કર્યો હતો. જોકે, બન્ને વખત સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્‍ફળ ગયો હતો. પંજાબ પોલીસે હવે પત્રકાર પરિષદમાં બિશ્‍નોઇ ગેન્‍ગના પ્‍લાન Bનો ખુલાસો કર્યો છે.
સિદ્ધૂ મૂસેવાલા હત્‍યાકાંડ પહેલા લૉરેંસ બિશઅનોઇએ એક વખત ફરી સલમાન ખાનને મારવા માટે પ્‍લાન B તૈયાર કર્યો હતો. આ પ્‍લાનને ગોલ્‍ડી બરાડ અને કપિલ પંડિત લીડ કરી રહ્યા હતા. કપિલ પંડિત તે શખ્‍સ છે જે લૉરેન્‍સ બિશ્‍નોઇ ગેન્‍ગનો શૂટર છે, તેને તાજેતરમાં ભારત-નેપાળ બૉર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇના પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક મુંડી અને એક-બે બાકી શૂટર્સ એક ભાડાના મકાનમાં રોકાયા હતા.
પનવેલમાં બોલિવૂડ એક્‍ટર સલમાન ખાનનું ફાર્મ હાઉસ છે, તો આ ફાર્મ હાઉસના રસ્‍તામાં લૉરેન્‍સ બિશ્‍નોઇના શૂટર્સે રેકી કરીને આ રૂમ ભાડે લીધુ હતુ અને દોઢ મહિનો અહી રોકાયા હતા. લૉરેંસ બિશ્‍નોઇના આ તમામ શૂટર્સે તે રૂમમાં સલમાન ખાન પર એટેક કરવામાં ઉપયોગ થનારા નાના હથિયાર, પિસ્‍તોલ અને કારતૂસ રાખ્‍યા હતા.
શૂટર્સને આ ખબર પડી કે જ્‍યારથી સલમાન ખાનનો હિટ એન્‍ડ રનના કેસમાં નામ સામે આવ્‍યુ હતુ ત્‍યારથી તેની ગાડીની સ્‍પીડ ઘણી ઓછી હોય છે. પનવેલમાં સલમાન ખાનના ફાર્મ હાઉસ પર જ્‍યારે પણ તે આવે છે તો તેની સાથે તેનો PSO શેરા હાજર હોય છે.
શૂટર્સે આ રસ્‍તાની પણ રેકી કરી હતી કે જે રસ્‍તા પરથી સલમાનના પનવેલના ફાર્મ હાઉસનો રસ્‍તો જાય છે, તેમણે અંદાજો લગાવ્‍યો કે તે રસ્‍તા પર ઘણા ખાડા હતા તો સલમાન ખાનની ગાડીની સ્‍પીડ ફાર્મ હાઉસ સુધી ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની જ રહેશે. લૉરેન્‍સ બિશ્‍નોઇના શૂટર્સે ફાર્મ હાઉસના ગાર્ડ્‍સ સાથે એક્‍ટરના ફેન બનીને મિત્રતા કરી રાખી હતી, જેથી સલમાન ખાનની મૂવમેન્‍ટની તમામ જાણકારી શૂટર્સને મળી શકે. બે વખત સલમાન ખાન તે દરમિયાન પોતાના ફાર્મ હાઉસ પર પણ આવ્‍યો હતો પણ લૉરેંસ બિશ્‍નોઇના શૂટર્સ એટેક કરતા ચૂકી ગયા હતા.
 ૨૯ મેએ સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર પછી સલમાન ખાનને જીવથી મારવાની ધમકી મળી હતી. આ ધમકી ભરેલો લેટર લૉરેન્‍સ બિશ્‍નોઇ ગેન્‍ગ તરફથી મળ્‍યો હતો. આ પત્ર તેના પિતા સલીમ ખાનને ર્મૉનિંગ વૉક દરમિયાન બેંચ પર રાખેલો મળ્‍યો હતો. આ લેટરમાં લખ્‍યુ હતુ- તમારી મુસેવાલા જેવી સ્‍થિતિ કરીશુ. સલમાન ખાને પોલીસને આપેલા નિવેદનમાં કોઇની પર શક ગણાવ્‍યો નહતો. જીવથી મારવાની ધમકીને કારણે સલમાન ખાનની સિકયુરિટી ટાઇટ કરી દેવામાં આવી હતી. આટલુ જ નહી સલમાન ખાનને બંદૂકનું લાયસન્‍સ પણ આપવામાં આવ્‍યુ હતુ. આ ધમકીને મુંબઇ પોલીસે ગંભીરતાથી લીધી છે.
 લૉરેંસ બિશ્‍નોઇ સલમાન ખાનના કાળિયારના શિકાર મામલે નારાજ છે. કારણ કે લૉરેંસ બિશ્‍નોઇ સમાજમાંથી આવે છે. માટે જ્‍યારે સલમાન ખાનને કાળિયારના શિકાર મામલે આરોપી બનાવવામાં આવ્‍યો તો ગેન્‍ગસ્‍ટર નારાજ થયો હતો. આ કેસ પછી બિશ્‍નોઇ ગેન્‍ગ સલમાન ખાનની પાછળ પડી છે અને એક્‍ટરને પાઠ ભણાવવા માંગે છે. ફિલ્‍મ રેડીની શૂટિંગ દરમિયાન પણ લૉરેંસે એટેકનો પ્‍લાન બનાવ્‍યો હતો પણ તે નિષ્‍ફળ ગયો હતો.
બિશ્‍નોઇ સમાજ જોધપુર પાસે પヘમિી થાર રણમાંથી આવે છે અને તેને પ્રકળતિના પ્રેમ માટે ઓળખવામાં આવે છે.બિશ્‍નોઇ સમાજમાં જાનવરને ભગવાનની જેમ પૂજવામાં આવે છે.
મહત્‍વપૂર્ણ છે કે ૧૯૯૮માં હમ સાથ સાથ હૈ ફિલ્‍મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્‍યો હતો. (૨૫.૨૭)

 

(5:32 pm IST)