Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ત્રિપુરાની ૬૦ બેઠક માટે મતદાનનો પ્રારંભ : ઠેર-ઠેર લાંબી લાઇનો

વડાપ્રધાન મોદીએ લોકોને મતદાનની કરી અપીલ : ૨૫૯ ઉમેદવારો મેદાનમાં : મુખ્‍યમંત્રી માણિક સાહાએ કર્યું મતદાન

નવી દિલ્‍હી તા. ૧૬ : ત્રિપુરામાં ૬૦ સભ્‍યોની વિધાનસભા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સ્‍વતંત્ર, ન્‍યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. મુખ્‍ય ચૂંટણી અધિકારી જી. કિરણકુમાર દિનાકારોએ માહિતી આપી હતી કે ૩,૩૩૭ મતદાન મથકો પર કડક સુરક્ષા વચ્‍ચે સવારે ૭ થી સાંજના ૪ વાગ્‍યા સુધી મતદાન યોજાશે, જેમાંથી ૧,૧૦૦ને સંવેદનશીલ અને ૨૮ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્‍યા છે. વિધાનસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસે ચૂંટણી પંચને રાજયના મતદારોમાં ભયનું વાતાવરણ દૂર કરવા સમયસર પગલાં લેવા વિનંતી કરી હતી. શાસક ભાજપ ૫૫ બેઠકો પર ચૂંટણી લડે છે જયારે તેના સહયોગી IPFTએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા છે, એક બેઠક પર મૈત્રીપૂર્ણ સ્‍પર્ધા જોવા મળશે.

સીપીઆઈ(એમ) ૪૭ સીટો પર ચૂંટણી લડી રહી છે જયારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ ૧૩ સીટો પર ચૂંટણી લડી રહી છે. ટીપરા મોથાએ ૪૨ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્‍યા છે.ત્રિપુરામાં મતદાન પહેલા અસામાજીક તત્‍વોને રાજયમાં પ્રવેશતા રોકવા માટે આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. ૧૩.૫૩ લાખ મહિલાઓ સહિત કુલ ૨૮.૧૩ લાખ મતદારો ૨૫૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં ૨૦ મહિલાઓ છે. ત્રિપુરા ચૂંટણીમાં, ભાજપ ૫૫ બેઠકો પર ચૂંટણી લડી રહી છે જયારે તેના સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા છે, એક બેઠક પર મૈત્રીપૂર્ણ હરીફાઈ થશે.

સીપીએમ ૪૭ સીટો પર ચૂંટણી લડી રહી છે, જયારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ ૧૩ સીટો પર ચૂંટણી લડી રહી છે. ટીપ્રા મોથાએ ૪૨ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્‍યા છે. તૃણમૂલ કોંગ્રેસે ૨૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા છે જયારે ૫૮ અપક્ષ ઉમેદવારો છે.ત્રિપુરાના સીએમ અને ભાજપના ટાઉન બારડોલીના ઉમેદવાર માણિક સાહાએ પણ લોકોને તેમના ઘરની બહાર આવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે સવારે દરેક જગ્‍યાએ શાંતિપૂર્ણ મતદાન માટે પ્રાર્થના કરી હતી. મને ખાતરી છે કે અહીં ભાજપ ચોક્કસપણે સરકાર બનાવશે.

ત્રિપુરાના લોકોને રેકોર્ડ સંખ્‍યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા વિનંતી કરતા, હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કરૂં છું.

(11:57 am IST)