Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સ્‍ટેમ્‍પ ડયુટી અને રજિસ્‍ટ્રેશન ફી ઘટાડવા સરકારની તૈયારી

આ મહિને શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીના દરોની રીવાઇઝડ યાદી ધરાવતુ ફાઇનાન્‍સ બિલ રજૂ કરે તેવી શક્‍યતા

નવી દિલ્‍હી, તા.૧૬: ગુજરાતમાં જંત્રીના દર વધારવાની જાહેરાત થયા પછી બે મહિના પૂરતી રાહત આપવામાં આવી છે. પરંતુ સરકાર ટૂંક સમયમાં સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફીમાં ઘટાડો કરે તેવી શકયતા છે. જંત્રીના દરમાં ઓચિંતા વધારા પછી બિલ્‍ડર લોબીના વિરોધ વચ્‍ચે સરકારે જંત્રીનો વધારો ૧૫ એપ્રિલ સુધી મોકુફ રાખ્‍યો છે. સરકારના સૂત્રોએ જણાવ્‍યું કે સરકાર હવે ફાઈનાન્‍સ બિલ દ્વારા સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફી ઘટાડી શકે છે.

ગુજરાતના બજેટ સત્રમાં એક ફાઈનાન્‍સ બિલ લાવવામાં આવશે અને તેમાં આ ફેરફાર થઈ શકે છે. ચાલુ મહિનાના અંતમાં બજેટ સત્ર શરૂ થવાનું છે. રિયલ એસ્‍ટેટ સેક્‍ટરે ઘણા સમયથી રજિસ્‍ટ્રેશન ફી અને સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ઘટાડવા માટે માંગ કરી છે કારણ કે પડોશી રાજ્‍ય મહારાષ્‍ટ્રે પોતાને ત્‍યાં સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીમાં કાપ મુકયો છે. હાલમાં ગુજરાતમાં પ્રોપર્ટીના ટ્રાન્‍ઝેક્‍શન પર ૪.૯૦ ટકા સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી લાગી છે જ્‍યારે એક ટકા રજિસ્‍ટ્રેશન ફી લાગુ થાય છે. મહિલાના નામે પ્રોપર્ટી ખરીદવામાં આવી હોય તે એક ટકા રજિસ્‍ટ્રેશન ફી ભરવી પડતી નથી.

સૂત્રોએ કહ્યું કે સરકાર સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફીમાં ઘટાડો કરવા વિચારે છે. આ બંને દરમાં કેટલો કાપ મુકવો તે વિશે વિચારણા ચાલુ છે. સરકારે તાજેતરમાં જંત્રીના દરોમાં વધારો કર્યો છે, પરંતુ હવે સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફીના દર ઘટવાથી તેની વચ્‍ચે સંતુલન થઈ જશે. રિયલ એસ્‍ટેટ સેક્‍ટરે ઘણા સમયથી માંગ કરી છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં જ્‍યારે ડેવલપર દ્વારા ખરીદદારને મકાન વેચવામાં આવે ત્‍યારે સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીનો ૪.૯ ટકાના બદલે માત્ર ૧ ટકા હોવો જોઈએ. Credai ગુજરાતનું કહેવું છે કે ૨૫ લાખથી ૭૫ લાખની કિંમતના એફોર્ડેબલ સેગમેન્‍ટના મકાનો માટે સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીમાં ઘટાડાની માંગ સ્‍વીકારવામાં આવે તો તેને ભારે ઉત્તેજન મળશે. આ ઉપરાંત ક્રેડાઈએ દરેક હાઉસિંગ સેગમેન્‍ટમા સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફીમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાની માંગ કરી છે.

ભૂતપૂર્વ ફાઈનાન્‍સ સેક્રેટરી હસમુખ અઢિયાના નેતળત્‍વ હેઠળ એક એક્‍સપર્ટ સમિતિ રચવામાં આવી હતી જેણે રાજ્‍યમાં હાઉસિંગની માંગ વધારવા માટે સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી અને રજિસ્‍ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની દરખાસ્‍ત કરી હતી. કોવિડ પછી ગુજરાતમાં રિયલ એસ્‍ટેટના સોદામાં વધારો થયો છે. જેના કારણે વર્ષ ૨૦૨૨માં સરકારને સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીમાંથી થતી આવકમાં ૧૯ ટકાનો વધારો થયો હતો

(3:25 pm IST)