Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દિલ્હીમાં ૧૫ થી ૨૬ માર્ચ યોજાનાર

વિશ્વ મહિલા બોકસીંગ : અમેરીકા બાદ બ્રિટન પણ હવે કરશે બહિષ્કાર

નવી દિલ્હી : રશિયાના એથ્લેટોની ભાગીદારીને લઈ બ્રિટનના બોકસર ૧૫ થી ૨૬ માર્ચ સુધી દિલ્હીમાં યોજાનાર મહિલા વિશ્વ ચેમ્પિયનશીપનો બહિષ્કાર કરશે.

અમેરીકાએ અગાઉથી જ આ ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે વિશ્વ શાસી નિકાયએ રશિયા અને બેલારૂસના બોકસરોને પોતાના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મંજૂરી આપી છે. ગ્રેટ બ્રિટેન બોકસીંગએ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે.

મંજૂરી આપવી યોગ્ય નથી

બ્રિટનના બોકસર સંઘનું કહેવું છે કે આઈબીએ દ્વારા રશિયા અને બેલારૂસી ખેલાડીઓને પોતાના રાષ્ટ્રધ્વજ સાથે ચેમ્પિયનશીપમાં રમાડવાનો નિર્ણય યોગ્ય નથી. રશિયાના યુક્રેન ઉપર આક્રમણ બાદ અનેક ખેલ મહાસંઘોએ રશિયા અને બેલારૂસીના ખેલાડીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

(3:55 pm IST)