Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પેટ્રોલ-ડીઝલ ૭ રૂપિયા સસ્‍તુ થઈ શકે છે

નવી દિલ્‍હી, તા.૧૬: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવથી દરેક વ્‍યક્‍તિ પરેશાન છે. ઈંધણની મોંઘવારીથી સામાન્‍ય માણસનું બજેટ બગડી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં લોકોને મોટી રાહત મળી શકે છે. કારણ કે કેન્‍દ્ર સરકાર મકાઈ અને તેલ પર ટેક્‍સ ઘટાડી શકે છે. જો સરકાર આવું કરશે તો તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે. રોઇટર્સના અહેવાલ મુજબ, વધતી જતી મોંઘવારી ઘટાડવા માટે કેન્‍દ્રીય બેંક દ્વારા આપવામાં આવેલી ભલામણો અનુસાર કેન્‍દ્ર સરકાર આ પગલું ભરી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ફેબ્રુઆરી મહિનાના CPI આધારિત ફુગાવાના આંકડા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

IIFLના વાઈસ પ્રેસિડેન્‍ટ અનુજ ગુપ્તાના જણાવ્‍યા અનુસાર સરકાર એક્‍સાઈઝ ડ્‍યૂટી ૭ રૂપિયાથી ઘટાડી ૧૦ રૂપિયા કરી શકે છે. આ પછી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૫ થી ૭ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. અનુજ ગુપ્તાએ વધુમાં જણાવ્‍યું હતું કે સસ્‍તું પેટ્રોલ અને ડીઝલ એ પણ તેના પર નિર્ભર રહેશે કે OMCs સરકાર દ્વારા એક્‍સાઈઝ ડ્‍યુટીમાં કેટલો ઘટાડો કરે છે તે ગ્રાહકને ટ્રાન્‍સફર કરે છે.

અગાઉ, ૨૧ મે, ૨૦૨૨ ના રોજ, કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પર ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લીટર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી હતી. જેના કારણે દેશમાં પેટ્રોલના ભાવમાં ૯.૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૭ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.

દેશમાં છૂટક ફુગાવો જાન્‍યુઆરીમાં ૬.૫૨ ટકાએ પહોંચ્‍યો હતો, જે ત્રણ મહિનાનો રેકોર્ડ છે. જેના કારણે સરકાર દ્વારા વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેટલાક પગલા ભરવા જરૂરી બની ગયા છે. જાન્‍યુઆરીના સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા બાદ એપ્રિલમાં રેપો રેટમાં વધુ વધારો થવાની સંભાવના છે. જાન્‍યુઆરી મહિના માટે રિટેલ ફુગાવાનો આંકડો આરબીઆઈ દ્વારા નિર્ધારિત ૬ ટકાની મર્યાદાથી ઉપર છે. ગયા વર્ષના ઑક્‍ટોબર મહિના પછી આ પ્રથમ વખત છે જ્‍યારે તેણે આરબીઆઈની ઉપલી મર્યાદાને વટાવી છે.

(3:57 pm IST)