Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

બ્રેઈન ડેડ વ્યકિતના અંગ દાનથી એક નહીં પરંતુ અનેક ઘરોના ચિરાગ બચાવી

નવી દિલ્હી : બ્રેઈનડેડ વ્યકિતના અંગદાન થી એક નહિ પરંતુ અનેક ઘરના ચિરાગ બચી શકે છે.જેના માટે દર્દીના પરિવાર જનોની મંજૂરીની રાહ જોવાતી હોય છે.આવું અંગદાન કરવાથી તે તેના બ્રેઈનડેડ દર્દીને અન્ય ઘણા લોકોમાં જીવિત જોઈ શકે છે. એશિયાના સૌથી મોટા અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક ડો.રાકેશ જોષીએ જણાવ્યુ છે.

સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કેટલા અંગદાન થઈ ચૂક્યા છે?

ગુજરાતમાં ખાસકરીને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ ઘોષિત કરેલા ૧૦૨ વ્યકિત અંગદાતા બની ગયા છે.જે છેલ્લા ૨૫ મહિનાના ઓછા સમયમાં આ ઉપલબ્ધિ મળી છે.

સિવિલ હોસ્પિટલની ટીમ અંગદાન માટે કેવી રીતે કાર્ય કરે છે?

હોસ્પિટલમાં એવા ઘણા લોકો હોય જે બીજા ને મદદ કરવાની ભાવના થી દિવસ રાત કાર્ય કરતા હોય છે.આવી નિષ્ઠા થી કામ કરવા વાળા લોકો જે દર્દીને સમજવાથી લઈ ને તેના અંગો પુંનઃસ્થાપિત કરવા સુધીની તૈયારી કરતી હોય છે.આ ટીમ હોસ્પિટલમાં  પ્રખાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના કોઓર્ડિનેટર ડો. પ્રાંજલ મોદી જેવા લોકો પણ સામેલ છે.આ ટીમમાં અનેક તબીબી કર્મચારીઓ સામેલ છે, RMO અને સિવિલ હોસ્પિટલના  ડો.સંજય સોલંકી, ડો.પૂજીકા, ડો.પાર્થ  સહિત ઘણા ડોકટર જોડાયેલા છે.

અંગદાનના અભિયાનમાં જોડાવાનું સૌથી મોટું કારણ શું છે?

અંગદાન અભિયાનમાં જોડાવાનું સૌથી મોટું કારણ તેમના પોતાના ડૉકટર પણ છે.આ ડોકટર નું લીવર ફેલ હોવાથી તેને કેડેવરથી આ લીવર મળ્યું અને આજે એ સારું જીવન જીવી રહ્યા છે.જેનાથી આ અભિયાન માં તેમને જોડાવાની દિલ થી ઈચ્છા થાય.

સંબંધીઓને બ્રેનડેડ વિશે કેવી રીતે જાણ કરવામાં આવે છે?

પરિક્ષણ બાદ જ્યારે બ્રેઈન ડેડ વિશે પરિવારના સભ્યોને જાણ કરવામાં આવે છે ત્યારે ડોકટરો માટે તે સમય ઘણો મુશ્કેલ બની જાય છે. આ પછી, અંગદાન વિશે પરિવારના સભ્યોને સમજાવવું એ એક મોટો પડકાર છે, તેમ છતાં ડોકટરોની ટીમ બ્રેઈન ડેડ દર્દીના પરિવારના સભ્યોને નિદાન સમજાવે છે. આ એક એવો સમય છે જ્યારે વ્યકિત અન્ય કંઈપણ વિશે વિચારતો નથી. ૩૦૦ બ્રેઈનડેડ દર્દીઓના સંબંધીઓને સમજાવવામાં આવ્યું હતું કે લગભગ ૬૦% સંબંધીઓએ વિવિધ કારણોસર અંગદાન માટે સંમતિ આપી ન હતી, તેમ છતાં લોકો અગાઉની સરખામણીમાં જાગૃત થઈ રહ્યા છે અને અંગદાન માટે આગળ આવી રહ્યા છે.

શું અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે?

અંગદાનને લઈને સરકારના પ્રયાસો રંગ લાવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલની ટીમ પણ સખત મહેનત કરી રહી છે. તે ચકાસવામાં આવ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ બ્રેઈન ડેડ ડોનર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કોરોનાને કારણે કેટલીક સમસ્યાઓ આવી હતી. મે ૨૦૨૧ સુધી ૮ બ્રેનડેડ અંગદાતા બન્યા.ત્યાર પછી વધારે સંખ્યા વધી અને ૨૦૨૧ સુધી ૧૦૨ અંગદ્ધતા બન્યા.આટલી હોસ્પિટલમાં સૌથી ઓછા સમયમાં આટલી સંખ્યા આટલા ઓછા સમયમાં મળી.

ટીમ સંબંધીઓને કેવી રીતે સમજાવે છે?

સિવિલ હોસ્પિટલની ટીમ સ્વજનોને સમજાવે છે કે બ્રેઈન ડેડ જાહેર થયા બાદ વ્યકિત વૈજ્ઞાનિક રીતે મૃત હોય છે, આવી વ્યકિતના સ્વસ્થ થવાની કોઈ આશા નથી, જો સમયસર તેના અંગોનું દાન કરવામાં આવે તો અનેક જીવ બચાવી શકાય છે. બ્રેઈનડેડ વ્યકિતના અંગ દાનને કારણે બચાવી લેવાય છે.આ માટે સંબંધીઓની અંગદાનની મંજુરી ખૂબ જ જરૂરી છે, અન્યથા આ અંગો જે બીજાને બચાવે છે તે છેલ્લી પદ્ધતિ સાથે નાશ પામે છે.

દર્દીને પુનઃ પ્રાપ્તિ માટે લઈ જતી વખતે શું કરવામાં આવે છે?

સિવિલ હોસ્પિટલમાં હવે એવો નિયમ બની ગયો છે કે જ્યારે દાતાને રિટ્રીવેબલ રૂમમાં લઈ જવામાં આવે છે ત્યારે પરિવારના સભ્યો અને ડૉકટર સામૂહિક રીતે ભગવાનને પ્રાર્થના કરે છે.(૩૭.૯)શકાય છે

સિવિલ હોસ્પિટલમાં હવે એવો નિયમ બની ગયો છે કે જ્યારે દાતાને રિટ્રીવેબલ રૂમમાં લઈ જવામાં આવે છે ત્યારે પરિવારના સભ્યો અને ડૉકટર સામૂહિક રીતે ભગવાનને પ્રાર્થના કરે છે.

(4:03 pm IST)