Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પત્‍નિએ ભોજન બનાવવાની ના પાડતા પતિએ કર્યો હુમલોઃ થઈ ૧૦ વર્ષની સજા

મુંબઈ, તા.૧૬: પત્‍નિએ ભોજન બનાવવાની ના પાડતાં તેને ગંભીર રીતે ઘાયલ કરવાના કેસમાં થાણેની કોર્ટે પતિને ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ ઘટના ૧૦ વર્ષ પહેલાં બની હતી. મંગળવારે સેશન્‍સ જજે ૩૯ વર્ષના યુવકને દોષી ગણીને તેને ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યો છે. દોષી વન્‍યા જગન કોર્ડે અને તેની પત્‍ની લક્ષ્મીબાઈ વચ્‍ચે અવારનવાર ઝઘડો થતો હતો, કારણ કે તે કોઈ પણ જાતનું કામ કરતો નહોતો. ૨૦૧૩ની ૨૨ સપ્‍ટેમ્‍બરે રોજ બન્ને વચ્‍ચે ઝઘડો થયો હતો અને પત્‍નીએ તેના માટે ભોજન બનાવવાની ના પાડી હતી. ગુસ્‍સામાં પતિએ લાકડાનો દંડો ઉપાડીને તેને માથા પર માર્યો હતો જેમાં પત્‍નિ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થઈ ગઈ હતી

(4:49 pm IST)