Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મહિલાઓને માસિક વખતે વિશેષ રજા આપવા અંગે રાજ્યોને નિર્દેશ આપો :સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

માસિકપાળીની રજા આપવા અંગેના નિયમો ઘડવા તમામ રાજ્યોને નિર્દેશ આપવાની દાદ માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે આવતા સપ્તાહે સુનાવણી કરવાની તૈયારી બતાવી

નવી દિલ્હી : વિદ્યાર્થિનીઓ અને નોકરિયાત મહિલાઓને તેમના સંબંધીત સ્થળે માસિક પાળીની રજા આપવા અંગેના નિયમો ઘડવા તમામ રાજ્યોને નિર્દેશ આપવાની દાદ માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે આવતા સપ્તાહે સુનાવણી કરવાની તૈયારી બતાવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડના વડપણવાળી બેન્ચ સમક્ષ તાકીદે સુનાવણી માટે અરજી રખાઈ હતી પણ કોર્ટે તેની સુનાવણી ૨૪ ફેબુ્રઆરી પર રાખી છે.

દિલ્હીના રહેવાસી શૈલેન્દ્ર મણી ત્રિપાઠીએ અરજીમાં કેન્દ્ર અને તમામ રાજ્યોને મેટર્નિટી લાભ કાયદા ૧૯૬૧ની કલમ ૧૪નો અમલ કરવાનો નિર્દેશ આપવાની દાદ માગી હતી.આ કલમ હેઠળ ઈન્સ્પેક્ટરોની નિયુક્તિની જોગવાઈ છે અને જણાવાયું છે કે સરકાર આવા અધિકારીઓની નિયુક્તિ કરી શકે છે અને કાયદા હેઠળ તેમની કામગીરી કરી શકે એવા વિસ્તારની સીમા નક્કી કરી શકે છે.

અરજીમાં જણાવાયું હતુ કે, બ્રિટન, ચીન, વેલ્સ, જાપાન , તાઈવાન, ઈન્ડોનેશિયા, સાઉથ કોરિયા, સ્પેન અને ઝામ્બિયા જેવા દેશોમાં એક યા બીજી રીતે માસિકપાળીની રજા પહેલેથી આપવામાં આવી રહી છે.

મહિલાને અનેક શારીરિક અને માનસિક મુશ્કેલી વેઠવી પડે છે પછી તે માસિક પાળી હોય, ગર્ભાવસ્થા હોય ,ગર્ભપાત હોય કે અન્ય કોઈ તબીબી ગૂંચવણ હોય. ૧૯૬૧નો કાયદો મહિલાઓને થતી લગભગ તમામ સમસ્યાઓ માટે જોગવાઈ ધરાવે છે જેમાં તેના માલિકોને માટે મહિલાઓેને ગર્ભાવસ્થા, ગર્ભપાત, ટયુબેક્ટોમી ઓપરેશન અને મેટર્નિટીના તબક્કે આવતી તબીબી સમસ્યાનાકેસમા ંપણ ભરપગારે રજા આપવાની જાગવાઈ છે.

આમ છતાં માસિકપાળી જેવા મેટર્નિટીના પ્રથમ તબક્કાને જ અવગણવામાં આવે છે. બિહાર એક માત્ર એવું રાજ્ય છે જે ૧૯૯૨થી મહિલાઓને બે દિવસની માસિકપાળીનીવિશેષ રજા આપે છે. મહિલાઓને ભરપગારે માસિકપાળીની રજા આપતી હોય એવી કંપનીઓમાં ઝોમેટો, બાયજુસ અને સ્વિગીનો સમાવેશ થાય છે એમ અરજીમાં જણાવાયું હતું.

(10:41 pm IST)