Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ફોન પે-ગૂગલ પે જેવી વધુ 32 પેમેન્ટ એગ્રીગેટર્સને લાયસન્સની આરબીઆઇએ સૈદ્ધાંતિક મંજૂરી આપી

આરબીઆઇએ જણાવ્યું કે આ ઉપરાંત અન્ય 18 વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સની અરજી વિલેબિત છે

મુંબઇ : આરબીઆઈએ 32 વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સને ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેટરના રૂપમાં કામ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

  આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે જે પેમેન્ટ એગ્રીગેટર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં એમેઝોન પે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગૂગલ ઇન્ડિયા ડિજિટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ફીબીમ એવન્યુ લિમિટેડ, રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન લિમિટેડ, પાઇન લેબ્સ, રેઝરપે, વર્લ્ડલાઇન અને ઝોમેટો પેમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે આ ઉપરાંત અન્ય 18 વર્તમાન પેમેન્ટ એગ્રીગેટર્સની અરજી વિલેબિત છે. આ અગાઉ આરબીઆઇએ 17 માર્ચ, 2020 અને 31 માર્ચ, 2021ના પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવેઝના રેગ્યુલેશન માટે દિશાનિરેદેશ જારી કર્યા હતાં.

દિશાનિર્દેશ અનુસાર 17 માર્ચ, 2020 સુધી વર્તમાન તમામ ઓનલાઇન નોન બેંક પેમેન્ટ એગ્રીગેટર્સને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, 2021 હેઠળ મંજૂરી પ્રાપ્ત કરવા માટે આરબીઆઇની પાસે 30 સપ્ટેમ્બર, 2021 અગાઉ પોતાની અરજી જમા કરાવવી જરૂરી હતી.

જો કે ત્યારબાદ આ તમામ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે અરજી જમા કરાવવાની અંતિમ તારીખને એક વર્ષ વધારી 30 સપ્ટેમ્બર, 2022 કરવામાં આવી હતી.

આરબીઆઇએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઇ સંસ્થા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટની કલમ-7 હેઠળ મંજૂરી મેળવતી નથી તો તેને આપવામાં સૈદ્ધાંતિક મંજૂરી માન્ય રાખવામાં આવશે નહીં

(10:55 pm IST)