Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટીની ભારતમાં એમ્બેસેડર તરીકેના નોમિનેશનને અમેરિકન સેનેટે સમર્થન આપ્યું

લોસ એન્જલસના ભૂતપૂર્વ મેયર એરિક ગારસેટીની ભારતમાં એમ્બેસેડર તરીકેના નોમિનેશનને અમેરિકન સેનેટે સમર્થન આપ્યું છે. સેનેટે ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે ૫૨ વર્ષના ગારસેટ્ટીના નામાંકનને ૫૨ વિ. ૪૨ મતથી  અનુમોદન આપેલ..

એરિક ગારસેટીએ ૨૦૧૩ થી ૨૦૨૨ સુધી લોસ એન્જેલસના મેયર તરીકે સેવા આપી હતી. તેઓ શહેરના પ્રથમ ચૂંટાયેલા યહૂદી મેયર હતા, અને બીજા મેક્સિકન અમેરિકન મેયર હતા. તેઓ ૧૦૦ વર્ષમાં ચૂંટાયેલા અમેરિકાના સૌથી યુવા મેયર છે.

(11:59 pm IST)