Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

બહેનપણીને ઘરે બોલાવીને પોતાના એક મિત્ર સાથે શારીરિક સબંધ બાંધવાની ફરજ પાડી

પૂણેમાં મિત્રતાને કલંક લગાવનારી ઘટના

પૂણે તા. ૧૬ : મિત્રતાને નામે કલંક લગાવનાર ઘટના પુણેમાં બની છે. જેમાં એક બહેનપણીએ પોતાની બહેનપણી સાથે કંઈક એવું કર્યું હતું કે જેની તમે કે હું કલ્‍પના પણ ના કરી શકીએ. આ બહેનપણીએ પોતાની બહેનપણીને ઘરે બોલાવીને પોતાના એક મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી હતી. પીડિત મહિલાએ આરોપી મહિલા સહિત અન્‍ય ત્રણ લોકો સામે પુણેના સહકાર નગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત ત્રણેય આરોપી સામે વિનયભંગનો ગુનો નોંધ્‍યો છે. આરોપી મહિલા પુણેના ધનકવાડી વિસ્‍તારના બાલાજીનગરમાં હે છે. પીડિત અને આરોપી બંને એકબીજાની બહેનપણી છે. આરોપી મહિલાએ પીડિતાને ઘરે બોલાવીને મિત્ર શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી હતી.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આરોપી મહિલાએ રાતે સાડાદસ વાગ્‍યાની આસપાસ પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી. આ સમયે તેના અન્‍ય બે મિત્રો પણ ઘરમાં હાજર હતા. પીડિતાને તેણે કહ્યું કે મારા મિત્રોને તું ગમી ગઈ છે અને તું એમની સાથે શારીરિક સંબંધ બાંધ. આ માટે તને પાંચ હજાર રૂપિયા પણ આપીશું. બહેનપણીની આવી અભદ્ર માગણી સાંભળીને પીડિતા ડઘાઈ ગઈ હતી. પીડિતાએ આવું કરવાની ના પાડતા જ આરોપીએ મહિલાએ તેને ધમકાવી હતી અને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી. પીડિતાએ ઘટનાસ્‍થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીડિતા અને તેના મિત્રોએ પીડિતાને અટકાવી હતી.

ત્રણેય જણે મળીને પીડિતાને ગાળાગાળી કરી અને આરોપી મહિલાના બંને મિત્રોએ મળીને પીડિતાનો વિનયભંગ કર્યો હતો. પીડિતાએ ત્‍યાંથી ભાગી ગઈ હતી અને ત્‍યાંથી પોલીસ સ્‍ટેશનમાં જઈને આરોપી મહિલા અને તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. હજી સુધી આ બાબતે કોઈ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

(10:49 am IST)