Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ક્રૂડ ૧.૨૫ વર્ષની સૌથી નીચી સપાટીએ પેટ્રોલ-ડીઝલ ૧૫ રૂપિયા સસ્‍તું થશે ?

બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ૫ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો છેઃ જેના કારણે બ્રેન્‍ટ ક્રૂડ લગભગ ૪ ડોલર પ્રતિ બેરલ ઘટીને ૭૩.૬૨ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે

નવી દિલ્‍હી,તા. ૧૬ : વિશ્વની સૌથી મોટી બેંકોમાંની એક ક્રેડિટ સુઈસના ડૂબવાના અહેવાલો વચ્‍ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં લગભગ ૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન તેલમાં ૫ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિડલ ઇસ્‍ટ ઓઇલની કિંમતમાં પણ લગભગ ૫ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ દોઢ વર્ષમાં સૌથી નીચા સ્‍તરે આવી ગયા છે. આ સાથે ભારતીય વાયદા બજારમાં કાચા તેલમાં લગભગ ૬ ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. જાણકારોના મતે ક્રૂડ ઓઈલમાં ઘટાડાને કારણે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૫ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે.

નાણાકીય ક્ષેત્રે આવેલા ભૂકંપની અસર કાચા તેલની કિંમતમાં પણ જોવા મળી રહી છે. બ્‍લૂમબર્ગ કોમોડિટી અનુસાર, બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ૫ ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે બ્રેન્‍ટ ક્રૂડ લગભગ ૪ ડોલર પ્રતિ બેરલ ઘટીને ૭૩.૬૨ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જેની કિંમત પ્રતિ બેરલ ઼૭૨ થી નીચે જવાની શક્‍યતાઓ દેખાઈ રહી છે. તે જ સમયે, અમેરિકન ઓઇલ WTIની કિંમતમાં ૫.૨૬ ટકાનો ઘટાડો થયો છે અને કિંમત બેરલ દીઠ ઼ ૩.૬૩ ઘટીને ઼ ૬૭.૭૦ પ્રતિ બેરલ થઈ ગઈ છે. બંને ક્રૂડ ઓઈલના ભાવ ડિસેમ્‍બર ૨૦૨૧ની નીચલા સ્‍તરે આવી ગયા છે.

બીજી તરફ, ભારતના વાયદા બજારમાં કાચા તેલની કિંમતમાં લગભગ ૬ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને કિંમત ૩૪૬ રૂપિયા ઘટીને ૫,૬૩૭ રૂપિયા પ્રતિ બેરલ પર આવી ગઈ છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ક્રૂડ ઓઇલ રૂ. ૫,૬૧૭ સુધી પહોંચી ગયું હતું. જો કે, ફયુચર્સ માર્કેટમાં ક્રૂડ ઓઇલ રૂ. ૫,૯૬૮ પર ખુલ્‍યું હતું. નિષ્‍ણાંતોનું માનીએ તો ક્રૂડ ઓઈલ ૫,૫૦૦ રૂપિયા સુધી નીચે આવવાની શક્‍યતા દેખાઈ રહી છે.

કેડિયા એડવાઈઝરીના ડાયરેક્‍ટર અનુજ ગુપ્તાના જણાવ્‍યા અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલની કિંમત $૭૨ સુધી જઈ શકે છે. જેની પહેલાથી જ આગાહી કરવામાં આવી રહી હતી. વાસ્‍તવમાં નાણાકીય ક્ષેત્ર ડૂબવાને કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IIFLના વાઈસ પ્રેસિડેન્‍ટ અનુજ ગુપ્તાના જણાવ્‍યા અનુસાર આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર અને ઓઈલ માર્કેટ કંપનીઓના સંયુક્‍ત પ્રયાસોથી ઈંધણની કિંમતમાં ૧૫ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે.

(10:56 am IST)