Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

પાકિસ્‍તાનમાં ડિઝલ ૧૩ રૂપિયા મોંઘુ થયું

૧ લિટર પેટ્રોલના રૂા. ૨૭૨ : ડિઝલનો ભાવ રૂા. ૨૯૩ : પેટ્રોલમાં રૂા. ૫ વધ્‍યા

ઇસ્‍લામાબાદ તા. ૧૬ : શાહબાઝ શરીફ સરકારે અડધી રાત્રે દેશ પાકિસ્‍તાનની જનતા પર વધુ એક બોમ્‍બ ફોડ્‍યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો અને પાકિસ્‍તાની રૂપિયાના ઘટતા મૂલ્‍યને કારણે મધરાતથી ડીઝલના ભાવમાં ૧૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્‍યો છે

પાકિસ્‍તાનના અખબાર શ્નઠ્ઠ એક્‍સપ્રેસ ટ્રિબ્‍યુન'ના અહેવાલ મુજબ, શરીફ સરકારે બુધવારે પણ તાત્‍કાલિક અસરથી પેટ્રોલના ભાવમાં ૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, પેટ્રોલ હવે પાકિસ્‍તાનમાં ૨૭૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્‍ધ થશે, જે અગાઉ ૨૬૭ રૂપિયા પ્રતિ લીટર હતું. એ જ રીતે, સરકારે હાઈ-સ્‍પીડ ડીઝલ (એચએસડી)ની કિંમત ૧૩ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૨૮૦ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૨૯૩ રૂપિયા કરી દીધી છે.

પાકિસ્‍તાન સરકારે કેરોસીનના ભાવમાં રૂ.૨.૫૬નો વધારો કર્યો છે. કેરોસીન તેલ ૧૮૭.૭૩ રૂપિયા પ્રતિ લીટરથી વધીને હવે ૧૯૦.૨૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જોકે, લાઇટ ડીઝલની કિંમત ૧૮૪.૬૮ રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રાખવામાં આવી છે.

ગયા મહિને ૨૮ ફેબ્રુઆરીએ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં તાજેતરમાં થયેલો વધારો મોંઘવારી વધુ વધારશે. પાકિસ્‍તાનમાં મોંઘવારી પહેલાથી જ ૪૦ ટકાથી ઉપર છે.

 

(11:44 am IST)