Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

આઈપીએલમાં ભારતીય ખેલાડીઓ ડયુક બોલથી પ્રેકટીશ કરશેઃ WTCની ફાઈનલ આ બોલથી રમાશે

એસજી અને ડયુકબોલ વચ્‍ચે શું ફરક છે જાણો : ડયુક બોલની હાર્ડનેશ ૬૦ ઓવર સુધી રહે છે, ૨૦-૩૦ ઓવર બાદ રિવર્સ સ્‍વીંગ મળે છે

નવી દિલ્‍હીઃ ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે આવતીકાલ શુક્રવારથી શરૂ થનારી વનડે સિરીઝ શરૂ થનાર છે. ત્‍યાર બાદ ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓ આઈપીએલની ટીમો જોડાશે. પહેલા વ્‍હાઈટ અને બાદમાં હવે બ્‍લુ જર્સીમાં જોવા મળનારા ખેલાડીઓ હવે ઈન્‍ડિયન પ્રીમિયર લીગમાં પોત પોતાની ફ્રેન્‍ચાઈઝીઓની જર્સીમાં જોવા મળશે. આ દરમિયાન તેઓ ટીમ જર્સી પહેરીની અભ્‍યાસ કરતા નજર આવશે.

 આઈપીએલ દરમિયાન ભારતીય બોલ સાથે પ્રેક્‍ટિસ કરતા નજર આવવા સાથે ઈંગ્‍લેન્‍ડ બનાવટના બોલ સાથે પણ અભ્‍યાસ કરતા જોવા મળી શકે છે. આ માટે ખાસ કારણ છે.ટીમ ઈન્‍ડિયાની ટેસ્‍ટ રમતા ખેલાડીઓ આ દરમિયાન અભ્‍યાસ ખાસ બોલ વડે કરતા નજર આવી શકે છે. કારણ કે ભારતીય ટીમ વિશ્વ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલમાં સ્‍થાન મેળવી ચુકી છે. ટીમ ઈન્‍ડિયા આગામી જૂન માસમાં ફાઈનલ મેચ રમવા લંડન જશે. જ્‍યાં ભારતીય ટીમ ૭ જૂનથી ફાઈનલ મેચમાં ઓસ્‍ટ્રેલિયા સામે ટકરાશે. જ્‍યાં ભારત અને ઓસ્‍ટ્રેલિયાને પોતાના દેશમાં ઉપયોગમાં લેવાતા ક્રિકેટ બોલના બદલે ડ્‍યુક બોલ વડે રમત રમવી પડશે. જેને લઈ ભારતીય ટીમના ખેલાડીઓ ડ્‍યુક બોલ વડે પ્રેકિટશ કરતા નજર આવી શકે છે. આઈપીએલમાં સતત એસજી બોલ પર હાથ અજમાવ્‍યો હોવાને લઈ WTC ફાઈનલમાં કોઈ કચાશ ના રહે એ માટે ડ્‍યૂક બોલ વડે પ્રેકિટસ કરવામાં આવી શકે છે.

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં ત્રણ અલગ અલગ પ્રકારના બોલનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ દેશોમાં રમાતી ક્રિકેટમાં અલગ અલગ બોલનો ઉપયોગ થયો હોય છે. જેમ કે ભારતમાં એસજી બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોલ ભારતમાં જ બનાવવામાં આવે છે અને જેની સિલાઈ હાથ વડે કરવામાં આવે છે. આઈપીએલમાં પણ આ જ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ડ્‍યૂક અને કૂકાબૂરા બોલનો ઉપયોગ ક્રિકેટમાં થતો હોય છે. કયા બોલનો ઉપયોગ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં કરવો તેને લઈ આઈસીસીનો કોઈ વિશેષ નિયમ નથી. જે દેશમાં ટૂર્નામેન્‍ટ હોય એ દેશના બોર્ડ દ્વારા બોલને પસંદ કરવામાં આવતો હોય છે.આ બોલ ભારતમાં જ તૈયાર થાય છે. એસજી  બોલની સિલાઈ હાથ વડે કરવામાં આવે છે.જ્‍યારે તેની સીમ થોડી ઉભરેલી જોવા મળે છે.

આ બોલ વડે સ્‍પિનરોને વધારે મદદ મળે છે.આ બોલ વડે રિવર્સ સ્‍વિંગ ૫૦ ઓવર બાદ મળતી હોય છે.આ બોલનો ઉપયોગ ફક્‍ત ભારતમાં જ થતો હોય છે. આઈપીએલમાં પણ એસજી બોલનો ઉપયોગ થાય છે.ઈંગ્‍લેન્‍ડમાં તૈયાર થતા બોલને હાથ સિલાઈ કરવામાં આવે છે.આ બોલની સીમ ઉભરેલી જોવા મળે છે.ઝડપી બોલરો માટે ખૂબ મદદરુપ થતો હોય છે ડ્‍યૂક બોલ.આ બોલની હાર્ડનેસ ૬૦ ઓવર સુધી રહેતી હોય છે.જ્‍યારે ૨૦-૩૦ ઓવર બાદ જ આ બોલથી રિવર્સ સ્‍વિંગ મળે છે.આ બોલનુ ઉત્‍પાદન ઓસ્‍ટ્રેલિયામા થાય છે.કૂકાબૂરા બોલઆ બોલની સિલાઈ હાથ નહીં પરંતુ મશીન વડે બનાવવામાં આવે છે.આ બોલમાં સીમ એસજી બોલની માફક ઉભરેલી નહીં પરંતુ દબેલી હોય છે.જેને લઈ સ્‍પિનરોને ઓછી મદદ કરે છે.કૂકાબૂરા બોલ શરુઆતની ૨૦ થી ૩૦ ઓવરમાં ઝડપી બોલરો માટે ઉપયોગી રહે છે.આ બોલનો ઉપયોગ ઓર્સ્‍ટ્‍લિયા, પાકિસ્‍તાન, શ્રીલંકા, ન્‍યુઝીલેન્‍ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્‍લાદેશ, અફઘાનિસ્‍તાન અને ઝિમ્‍બાબ્‍વેમાં થતો હોય છે

(12:10 pm IST)