Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

નરેન્‍દ્રભાઈને નોબેલ શાંતિ પુરસ્‍કારથી નવાઝાશે ?

નોર્વેથી નોબેલ પ્રાઈઝ કમિટીની ટીમ ભારત પહોંચી : સમિતિના ઉપનેતાએ વડાપ્રધાન મોદીના શાંતિ બનાવી રાખવાના પગલાના વખાણ કર્યા

નવી દિલ્‍હી તા.૧૬ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વને શાંતિ અને પ્રગતિનો માર્ગ બતાવી ભારતનું નેતૃત્‍વ કરી રહેલા પીએમ મોદી માત્ર દુનિયાભરમાં પોતાના દેશનો ધ્‍વજ લહેરાવી રહ્યા નથી. બલ્‍કે નોબેલ પ્રાઈઝ કમિટીના સભ્‍યનું નામ પણ તેમની યોગ્‍યતાના વખાણ કરનારાઓમાં સામેલ કરવામાં આવ્‍યું છે.ᅠ

વાસ્‍તવમાં નોબેલ પ્રાઈઝ કમિટીની ટીમ નોર્વેથી ભારત પહોંચી છે. આ સમિતિએ છે જે શાંતિ પુરસ્‍કાર વિજેતા નક્કી કરે છે અને સૌથી મોટી વાત એ છે કે આ સમિતિના ઉપનેતાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જેવા શક્‍તિશાળી નેતામાં શાંતિ સ્‍થાપિત કરવાની અદભૂત ક્ષમતા છે. આવી સ્‍થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ભારતીયોને નોબેલ પુરસ્‍કાર સાથે જોડાયેલા કેટલાક મોટા સમાચાર સાંભળવા મળી શકે છે.ᅠ

નોબેલ શાંતિ પુરસ્‍કાર વિજેતાની ઘોષણા કરવા ભારત આવેલા નોર્વેની નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્‍યુટી લીડર એસલે તોજેએ જણાવ્‍યું હતું કે, અમને નોબેલ શાંતિ પુરસ્‍કાર માટે મોટી સંખ્‍યામાં ભારતીય નોમિનેશન મળી રહ્યા છે. હું આશા રાખું છું કે વિશ્વના દરેક નેતા એ કાર્ય કરશે જે નોબેલ શાંતિ પુરસ્‍કાર માટે જરૂરી છે.

વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, હું મોદીના પ્રયાસોને અનુસરી રહ્યો છું. મોદી જેવા શક્‍તિશાળી નેતામાં શાંતિ સ્‍થાપવાની જબરદસ્‍ત ક્ષમતા છે. પીએમ મોદી ખૂબ જ શક્‍તિશાળી દેશમાંથી આવે છે, તેમને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેમનામાં અપાર વિશ્વસનીયતા છે. તેઓ રશીયા - યુક્રેનના ભયંકર યુદ્ધને રોકવા માટે તેમની વિશ્વસનીયતા અને તાકાતનો ઉપયોગ કરશે.ᅠ

એસ્‍ટલી આગળ કહે છે, શ્નભ્‍પ્‍ મોદીએ રશિયા, અમેરિકા અને ચીનના રાષ્ટ્રાધ્‍યક્ષો સાથે વાત કરી છે કે ભવિષ્‍ય શાંતિનું હોવું જોઈએ યુદ્ધનું નહીં. મને ખુશી છે કે મોદી માત્ર ભારતને આગળ લઈ જવાનું કામ નથી કરી રહ્યા પરંતુ તેઓ તે મુદ્દાઓ પર પણ કામ કરી રહ્યા છે જે વિશ્વમાં શાંતિ માટે મહત્‍વપૂર્ણ છે. દુનિયાએ ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારત સુપર પાવર બનશે તે નિヘતિ છે.ᅠ

એક તરફ જયાં રશિયા અને અમેરિકા બંને પરમાણુ યુદ્ધ અને બચાવની વાત કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં આ દેશોએ ભારત તરફ જોવાની જરૂર છે. ભારતની નો ફર્સ્‍ટ યુઝ પોલિસી સૌથી જવાબદાર પોલિસી છે.

બીજી તરફ, નોર્વેના ભારતીય મૂળના સાંસદ હિમાંશુ ગુલાટીએ જણાવ્‍યું હતું કે, ‘આગામી સમયમાં ઘણા ભારતીયો નોબેલ પુરસ્‍કાર માટે નોમિનેટ થશે. વિશ્વમાં શાંતિ જાળવવામાં પીએમ મોદીની ભૂમિકા ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. રશિયા અને યુક્રેન બંને ભારતનું સન્‍માન કરે છે. જો આ યુદ્ધને રોકવું હશે તો ભારતની ભૂમિકા ખૂબ જ મહત્‍વપૂર્ણ છે.'

નોબેલ શાંતિ પુરસ્‍કાર વિશ્વભરમાંથી પસંદ કરાયેલ વ્‍યક્‍તિઓને આપવામાં આવે છે કે જેમણે લશ્‍કરી જમાવટ ઘટાડવા અને શાંતિ સ્‍થાપિત કરવા અથવા પ્રોત્‍સાહન આપવા માટે દેશોમાં સૌથી ઉત્‍કૃષ્ટ કાર્ય કર્યું છે.

નરેન્‍દ્રભાઈએ તાજેતરમાં વિશ્વના ઘણા મોટા નેતાઓને પાછળ છોડીને લોકપ્રિય વૈશ્વિક નેતાઓની યાદીમાં ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે. વાસ્‍તવમાં, બિઝનેસ ઇન્‍ટેલિજન્‍સ કંપની, મોર્નિંગ કન્‍સલ્‍ટ દ્વારા તાજેતરના ગ્‍લોબલ લીડર એપ્રુવલ રેટિંગ સર્વે અનુસાર, વડાપ્રધાન મોદી અમેરિકાના પીએમ જો બિડેન, યુકેના પીએમ ઋષિ સુનક સહિત ૨૨ દેશોના નેતાઓને પાછળ છોડીને સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્‍યા છે. આ સર્વેમાં ભારતના વડાપ્રધાન મોદી ૭૮ ટકા રેટિંગ સાથે ટોચ પર છે.

યાદી મુજબ નરેન્‍દ્રભાઈ ૭૮ ટકાનું પોપ્‍યુલારિટી રેટિંગ મેળવ્‍યું છે અને આ સાથે તે સૌથી લોકપ્રિય નેતાઓની બાબતમાં ટોપ પર છે. બીજા સ્‍થાને મેક્‍સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે, જેમને ૬૮ ટકા રેટિંગ મળ્‍યું છે. ત્રીજા સ્‍થાને ઓસ્‍ટ્રેલિયાના વડાપ્રધાન એન્‍થોની અલ્‍બેનીઝ ૫૮ ટકા રેટિંગ સાથે ત્રીજા સ્‍થાને છે.

(1:07 pm IST)