Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

મહારાષ્‍ટ્રના ડેપ્‍યુટી CM દેવેન્‍દ્ર ફડણવીસની પત્‍નિએ ડિઝાઈનર વિરુદ્ધ FIR નોંધાવી

મુંબઈ, તા.૧૬: મહારાષ્‍ટ્રના ડેપ્‍યુટી સીએમ અને ભાજપના નેતા દેવેન્‍દ્ર ફડણવીસની પત્‍ની અમળતા ફડણવીસની ફરિયાદ પર મુંબઈ પોલીસે એક ડિઝાઈનર અને તેના પિતા વિરુદ્ધ કેસ નોંધ્‍યો છે. અમળતાની ફરિયાદ પર મલબાર હિલ પોલીસે IPCની કલમ ૧૨૦ (B) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૮ અને ૧૨ હેઠળ કેસ નોંધ્‍યો છે. અમળતા ફડણવીસે પોતાના નિવેદનમાં જણાવ્‍યું હતું કે, અનિષ્‍કા નામની એક ડિઝાઈનરે તેને પરોક્ષ રીતે ધમકી આપી હતી અને તેને એક કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયત્‍ન કરી રહી હતી.

ડેપ્‍યુટી સીએમના પત્‍ની અમળતા ફડણવીસે જણાવ્‍યું કે, આરોપી મહિલા છેલ્લા ૧૬ મહિનાથી તેમના સંપર્કમાં હતી અને એક કેસમાં મદદ કરવાની વાત કહી રહી હતી. આ ઉપરાંત તેણે કહ્યું કે, તે બુકી વિશે માહિતી આપી શકે છે અને એક કરોડની ઓફર આપવા લાગી હતી. ૧૮-૧૯ ફેબ્રુઆરીના રોજ અજાણ્‍યા નંબર પરથી અમળતા ફડણવીસના મોબાઈલ પર વીડિયો ક્‍લિપ્‍સ, વોઈસ નોટ્‍સ અને ઘણા મેસેજ આવવા લાગ્‍યા ત્‍યારબાદ અમળતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મહિલાનું નામ અનિષ્‍કા જણાવવામાં આવી રહ્યું છે જે કપડા, જ્‍વેલરી અને ચપ્‍પલ ડિઝાઈન કરે છે. હાલમાં પોલીસે તેની સામે કેસ નોંધ્‍યો છે. પોલીસ આ મામલે ડિઝાઈનરને પૂછપરછ માટે બોલાવી શકે છે. જો કે હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે વધુ માહિતી આપવામાં નથી આવી.

(3:06 pm IST)