Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કચ્‍છના પાટીદાર અગ્રણી અને બિલ્‍ડરની મુંબઇમાં હત્‍યા

કારમાં ગોળીઓ ધરબી આરોપી ફરાર : પાટીદાર અગ્રણીની દિન દહાડે આવી રીતે હત્‍યા થતાં પાટીદાર સમાજમાં શોકનો માહોલ

મુંબઇ, તા.૧૬: રાપરનાં ૫૬ વર્ષના ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરીની નવી મુંબઈ ખાતે ઘાતકી હત્‍યા થઇ છે. બુધવારે સાંજે નવી મુંબઈમાં આ પાટીદાર અગ્રણી અને બિલ્‍ડરની તેમની જ કારમાં ચાર ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હતી. પાટીદાર અગ્રણીની દિન દહાડે આવી રીતે હત્‍યા થતાં પાટીદાર સમાજમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્‍યું હતું કે, આ ઘટના નેરુલમાં સાંજે ૫.૩૦ વાગ્‍યાની આસપાસ બની હતી. જ્‍યારે ઉદ્યોગપતિ કોઈને મળવા માટે સીબીડી બેલાપુરથી નીચે જઈ રહ્યા હતા. જ્‍યારે તે સિગ્નલ પર રાહ જોઈ રહ્યા હતા. ત્‍યારે બે બાઇક પર આવેલા માણસોએ તેના પર અનેક રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતુ. જેમાં તેમનું મળત્‍યુ થયું હતુ.આ ઘટનાને અંજામ આપીને આરોપી ભાગી ગયો હતો. ફાયરિંગ બાદ આસપાસના લોકો પણ જોવા આવી ગયા હતા. આ સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. ફાયરિંગ બાદ બિલ્‍ડરને સ્‍થાનિક હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમને મળત જાહેર કરવામાં આવ્‍યા હતા.નોંધનીય છે કે, મળતક સવજીભાઈ મંજેરી ઇમ્‍પીરિયા ગ્રુપના માલિક હતા. તેઓ ઉપર થોડાક મહિના અગાઉ મુંબઈમાં છેડતીનો કેસ પણ નોંધાયો હતો. આ બાબતે રાપરના નરસી સરૈયા (પટેલ) ઉપર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો. આમા પણ તેમણે હુમલો કરાવ્‍યો હોવાનો આક્ષેપ મુકાયો હતો.

આ ઉપરાંત પણ તેમની પર આરોપ છે કે, તેમણે એક મહિના પહેલા જ વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્‍તાવેજ બનાવી વેચી દીધી હતી. આ અંગે ફરિયાદ પણ નોંધાઇ છે.

(3:46 pm IST)