Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

દ્વારા ગ્રાહકો માટે રૂા.289 અને 429નો નવો પ્‍લાન લોન્‍ચઃ અનલિમીટેડ કોલીંગ સાથે 6 જીબી સુધી હાઇસ્‍પીડ ડેટા

આ ઉપરાંત એક હજાર એસએમએસ સાથે 78 દિવસની વેલિડીટી

નવી દિલ્‍હીઃ Vi દ્વારા તેના ગ્રાહકો માટે બે પ્‍લાન ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યા છે.

Vi હજુ પણ 5G સેવા શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તે સમયે, તેના સ્પર્ધકો Jio અને Airtel ધીમે ધીમે સમગ્ર દેશમાં 5G સેવા પ્રદાન કરી રહ્યા છે. હજુ જાણી શકાયું નથી કે Vi ક્યારે 5G લાવશે. દરમિયાન, વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ બે નવા પ્લાન વિશે...

બે પ્લાન વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. મતલબ કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. પ્લાનમાં 6GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા, હજાર SMS અને 78 દિવસ સુધીની વેલિડિટી ઉપલબ્ધ છે. આવો જાણીએ બંને ઑફર્સ વિશે વિગતવાર...

વોડાફોન-આઇડિયા રૂ. 289 નો પ્લાન
પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ ઑફર કરે છે, જે વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે. પ્લાનમાં 48 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં 4GB ડેટા ઉપલબ્ધ છે. 600SMS અનલિમિટેડ કોલિંગ સાથે ઉપલબ્ધ છે.

વોડાફોન-આઇડિયા રૂ 429 નો પ્લાન
Vodafone-Ideaનો રૂ. 429નો પ્લાન 78 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 6GB ડેટા અને હજાર SMS ઉપલબ્ધ છે.

(5:19 pm IST)