Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી: ભારત જોડો યાત્રા સાથે જોડાયેલા પ્રશ્નોનું લાંબુ લિસ્ટ મોકલ્યું સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના નિવેદનને ધ્યાનમાં લેતા, દિલ્હી પોલીસે હવે રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને કેટલાક પ્રશ્નો મોકલ્યા છે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જે પીડિતોનો ઉલ્લેખ કર્યો હતો તેની માહિતી આપવા માટે આ નોટિસ જારી કરવામાં આવી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે પીડિત મહિલાઓ તેમને જાતીય સતામણીના મામલામાં રક્ષણની અપેક્ષા સાથે મળ્યા હતા.  યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓના ઉત્પીડનને લઈને અન્ય અનેક નિવેદનો આપ્યા હતા.

(8:16 pm IST)