Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે : કોઈપણ ઈમારતને નિયમોથી જ તોડી શકાય છે : યુપી સરકારને આગામી ત્રણ દિવસમાં જવાબ દાખલ કરવાનો આદેશ : આવતા અઠવાડિયે સુનાવણી

ન્યુદિલ્હી : જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે જમિયતની અરજી પર સુનાવણી કરી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને આદેશ જારી કરવામાં આવે કે કાયદા મુજબ મિલકતનો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં, સુપ્રીમ કોર્ટે હિંસા આચરનારાઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી પર આવતા સપ્તાહ સુધી સ્ટે આપ્યો છે. કોર્ટે યુપી સરકારને આ મામલે આગામી ત્રણ દિવસમાં પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે અને આગામી સપ્તાહની સુનાવણી સુધી બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ પણ આપ્યો છે.

જમીયત-ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે સરકારને આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે સમય આપવામાં આવશે. ત્યાં સુધી અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. એ લોકો પણ સમાજનો એક ભાગ છે. જો કોઈને કોઈ સમસ્યા હોય, તો તેને તેનો ઉકેલ શોધવાનો અધિકાર છે. આ રીતે બાંધકામ તોડી પાડવા કાયદા હેઠળ જ થઈ શકે છે. અમે આ કેસની સુનાવણી હવે આવતા અઠવાડિયે કરીશું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:42 pm IST)