Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પીએમ મોદી ૧૦૦ વર્ષ જીવે : શેખ હુસૈન

વડાપ્રધાન ઉપર વિવાદીત નિવેદન કરનાર કોંગ્રેસ નેતાએ પોતાનો બચાવ કર્યો

મુંબઇ,તા. ૧૬:  મહારાષ્‍ટ્રના નાગપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ વિરૂધ્‍ધ વિવાદીત ટિપ્‍પણી કરનાર કોંગ્રેસ નેતા શેખ હુસૈને જણાવેલ કે, પીએમ સો વર્ષ જીવે. એક ન્‍યુઝ ચેનલમાં તેમણે પોતાના વિવાદીત નિવેદનનો બચાવ કરતા જણાવેલ કે મે તો ફકત કહેવત બોલી હતી. હું તો ઇચ્‍છુ છુ કે પીએમ મોદી ૧૦૦ વર્ષ જીવે. વિવાદીત નિવેદન બદલ શેખ હુસૈન સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

(3:49 pm IST)