Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નરેન્‍દ્રભાઇનું ધર્મશાલામાં પુષ્‍પવર્ષાથી સ્‍વાગત : ભવ્‍ય રોડ શો યોજાયો

વડાપ્રધાન હિમાચલના બે દિવસીય પ્રવાસે

ધર્મશાલા,તા. ૧૬ : નરેન્‍દ્રભાઇ હિમાચલ બે દિવસીય પ્રવાસ અંતર્ગત આજે ધર્મશાલા પહોંચ્‍યા છે. વડાપ્રધાન બન્‍યા બાદ તેઓ ત્રીજીવાર ધર્મશાલા આવ્‍યા છે. તેમણે પહોંચીને સૌપ્રથમ શિક્ષા બોર્ડ ગેટથી કચેરી કેસીસીબી ચોક સુધી ભારે મેદની વચ્‍ચે મોદીએ રોડ શો કર્યો હતો.

દેશના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્‍યુ છે. જ્‍યારે કોઇ પીએમ ધર્મશાલામાં રોકાયા હોય. નરેન્‍દ્રભાઇના ખુલ્લી જીપમાં રોડ શો દરમિયાન તેમની સાથે લોકો ચાલવા લાગ્‍યા હતા. રસ્‍તાના કિનારે ઉભેલ લોકોએ પીએમ મોદી ઉપર પુષ્‍પવર્ષા કરી આવકાર્યા હતા.

(4:29 pm IST)