Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

નોકરી નહીં મળે તો ૩ હજાર બેરોજગારી ભથ્થું અપાશે

Goa Election : કેજરીવાલની મોટી જાહેરાત : જો ગોવામાં અમારી સરકાર બની તો સારી શિક્ષણ વ્યવસ્થા લોકોને ઉપલબ્ધ કરાવીશું : અરવિંદ કેજરીવાલ

પણજી, તા.૧૬ : ગોવા સહિત ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આજે (રવિવારે) ગોવા પહોંચી ગયા છે. ગોવામાં ઝ્રસ્ કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો છછઁની સરકાર બનશે તો દરેકને રોજગાર આપશે અને જો તેઓ આપી શકશે નહીં તો દરેકને ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સ્વતંત્ર ભારતની સૌથી ઈમાનદાર પાર્ટી છે. પીએમ મોદીએ ખુદ અમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે. પીએમ મોદીએ મારા અને મનીષ સિસોદિયા પર દરોડા પાડ્યા. અમારા ૨૧ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી અને ૪૦૦ ફાઈલો તપાસવામાં આવી પરંતુ અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નહીં. અમે ભ્રષ્ટાચાર કરતા નથી. જો ગોવામાં સરકાર બનશે તો અમે ઘણી ઈમાનદારીથી સરકાર ચલાવીશું.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગોવામાં એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસની સરકાર બની ચૂકી છે. હવે બંને એક પાર્ટી બની ગયા છે. કોંગ્રેસના તમામ લોકો પાર્ટી છોડીને ભાજપમાં ગયા છે. તેમનું કુળ એક જ છે પરંતુ લોકો પરિવર્તન ઈચ્છે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે માઈનિંગમાં ઘણા લોકોને અંગત રસ છે. એવું ન થઈ શકે કે આ લોકો માઈનિંગ શરૂ કરવા માંગતા હોય અને માઈનિંગ શરૂ ન થાય. અમારો ઈરાદો સ્પષ્ટ છે. ગોવામાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના ૬ મહિનામાં અમે માઈનિંગ શરૂ કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગોવાની સ્થિતિ માટે તમામ પાર્ટીઓ જવાબદાર છે. એવામાં આમ આદમી પાર્ટી જનતામાં નવી આશા બનીને ઉભરી છે. દિલ્હીમાં અમારી સરકારે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું સારું કામ કર્યું છે. જો ગોવામાં અમારી સરકાર બની તો સારી શિક્ષણ વ્યવસ્થા લોકોને ઉપલબ્ધ કરાવીશું.

 

(12:00 am IST)