Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પંજાબ ચૂંટણી 2022 : પૂર્વ મંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા મજીઠિયાને સરઘસ કાઢવું ભારે પડ્યું : શોભાયાત્રામાં લગભગ 200-250 લોકો એકઠા થયા હતા તેથી કોવિદ જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધાઈ

પંજાબ : પૂર્વ મંત્રી અને શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા બિક્રમ સિંહ મજીઠિયાને અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે શોભાયાત્રા કાઢવામાં મુશ્કેલી પડી છે. કોવિડ જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ADCP સિટી-1 નવજોત સિંહના જણાવ્યા અનુસાર, ફ્લાઈંગ સ્ક્વોડ મેજિસ્ટ્રેટ મનજીત કુમારની અરજી મળ્યા બાદ મજીઠિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શોભાયાત્રામાં લગભગ 200-250 લોકો એકઠા થયા હતા.

 

જણાવી દઈએ કે, બિક્રમ સિંહ મજીઠિયાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું હતું. આ દરમિયાન તેમના સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. જો કે, કોવિડ પ્રોટોકોલ હોવા છતાં, સેંકડો લોકો બિક્રમ સિંહ મજીઠિયાના સ્વાગત માટે એકસાથે રસ્તાઓ પર દેખાયા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. અમૃતસરમાં સુવર્ણ મંદિર પહોંચતા પહેલા લોકોએ ઢોલ વગાડીને અને ફૂલોના હાર પહેરાવીને બિક્રમ મજીઠિયાનું સ્વાગત કર્યું હતું.
46 વર્ષીય મજીઠિયા પર ગયા મહિને NDPS એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)