Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ટોપ-થ્રી રાજ્યોમાં ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત સામેલ

કોરોનાકાળમાં ૧.૪૭ લાખ બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા

સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નના જવાબમાં NCPCRએ રિપોર્ટ ફાઇલ કર્યો : ૧૦,૦૯૪ બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધાં

નવી દિલ્હી,તા. ૧૭: રાષ્ટ્રીય બાળસુરક્ષા આયોગ (NCPCR) દ્વારા સુપ્રીમ કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧ એપ્રિલ ૨૦૨૦ પછી કોરોના સહિતની આપત્ત્િ।ઓના કારણે દેશમાં ૧,૪૭,૪૯૨ બાળકોએ માતા-કે પિતાને ગુમાવી દીધાં છે. તેમાંથી ૧૦,૦૯૪ બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધાં છે. જયારે માતા કે પિતા કોઈ એકને ગુમાવનાર બાળકો ૧,૩૬,૯૧૦ છે. ૪ંં બાળકો એવા છે જેમને માતા-પિતા દ્વારા તરછોડી દેવામાં આવ્યાં છે.

સુપ્રીમ કોર્ટે NCPCRને પૂછયું હતું કે કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા કેટલી છે? NCPCRએ કહ્યું કે આ આંકડા ૧ એપ્રિલ ૨૦૨૦થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીના છે. આ આંકડા બાળ સ્વરાજ પોર્ટલ કેવિડ-કેરમાં આપવામાં આવેલી વિગતોના આધારે તારવવામાં આવ્યા છે. આમાંથી ૧,૨૫,૨૦૫ બાળકો તેમના માતા કે પિતા જે બચી ગયાં હોય તેમની સાથે રહે છે. અનાથ થયેલામાંથી ૧૧,૨૭૨ બાળકો તેમના પરિવારજનો સાથે રહે છે.

દેશમાં કોરોનાની વેકિસન આપવાની ઝુંબેશને રવિવારે એક વર્ષ પૂરું થયું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા અને વેકિસનેશન ટાર્ગેટ હાંસલ કરવામાં આપેલા ઉત્ત્।મ યોગદાન માટે આભાર વ્યકત કર્યો હતો. મોદીએ કહ્યું કે ભારતમાં વેકિસનેશન ઝુંબેશને કારણે જ આપણે સૌ કોરોનાને મજબૂત લડત આપી શકયા છીએ. વેકિસનને કારણે લાખો લોકોનાં જીવન બચાવી શકાયા છે. સૌએ સામૂહિક લડત આપીને કોરોનાને હરાવવાનો છે. ૧૬ મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશમાં પહેલી વેકિસન આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં દેશભરમાં ૧૫૬.૭૬ કરોડ વેકિસન ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના સામે લડવાનો ભારતનો અભિગમ હંમેશાં વિજ્ઞાન પર આધારિત રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતની વેકિસનેશન ઝુંબેશે આખા વિશ્વમાં નવા સીમાચિહનો હાંસલ કર્યા છે. બીજી તરફ ભારતના જાણીતા વાઈરોલોજિસ્ટ ડો. ટી. જેકબ જોન કહે છે કે ઓમિક્રોનને કોવિડ-૧૯નો વંશજ (વેરિઅન્ટ) માની લેવાયો છે, પરંતુ તે વુહાનમાં સૌ પ્રથમ પ્ર્રગટેલા D614G, આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, કપ્પા કે MUમાંથી બનેલો વેરિઅન્ટ નથી. તેથી અત્યારે ઓમિક્રોન અને ડેલ્ટા બંનેના પેન્ડેમિક એકસાથે ચાલી રહ્યા છે.

(10:15 am IST)