Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઓબીસી રાજકીય અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાશે

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટમાં ઓબીસી રાજકીય અનામતને લઈ મહત્વની સુનાવણી છે મહારાષ્ટ્રમાં ઓબીસી રાજકીય અનામત વગર જ નગર પંચાયતની ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ થઈ રહી છે. નગર પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઓબીસી માટે રાજકીય અનામતની તરફેણમાં શું દલીલો રજૂ કરશે, તે જોવાનું રહેશે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ઓબીસી રાજકીય અનામત વગર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. સાથે જ કેન્દ્ર સરકાર પણ ઈમ્પીરીયલ ડેટા અંગે કોર્ટ સમક્ષ જે દલીલો રજૂ કરવામાં આવી છે, તેને લઈને પણ કોર્ટ આજે કોઈ નિર્દેશ આપી શકે છે.

 

સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી રાજકીય અનામતને રદ કરી દીધી છે. સાથે જ તે પણ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અનામતની મહત્તમ મર્યાદા 50 ટકાથી વધી ન શકે. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાજ્યને OBC અનામતના દાવાની તરફેણમાં ઈમ્પીરીયલ ડેટા એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈમ્પીરીયલ ડેટાથી સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોઈપણ જાતિને પછાત કેમ ગણવી જોઈએ? જો તે પછાત છે તો તેની ચોક્કસ સંખ્યા કેટલી છે? એટલે કે ચોક્કસ ટકાવારી અનામતની માગણી કયા આધારે કરવામાં આવી રહી છે? રાજ્ય સરકાર તેના માટે સમય માંગી રહી છે અને કેન્દ્ર સરકાર પાસે આગ્રહ કરી રહી છે કારણ કે તેમની પાસે વસ્તી ગણતરીના આંકડા છે.

તેનાથી તે ઈમ્પીરીયલ ડેટા ઉપલબ્ધ કરવામાં મદદ કરે. બીજી તરફ કેન્દ્ર તરફથી જાતિ ગણતરી પર પ્રતિબંધ છે, એટલે કે જ્યાં સુધી ઈમ્પીરીયલ ડેટા એકત્રિત ન કરી શકાય ત્યાં સુધી રાજકીય રીતે પછાત વર્ગ કેવી રીતે ગણી શકાય? ત્યારે અનામત કયા આધારે આપવી જોઈએ? અને જો પછાત ગણાય તો પણ તેમને કેટલા ટકા અનામત આપવી તે કેવી રીતે નક્કી કરવું?

(12:26 pm IST)