Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

હોટલ અને મોલ ખુલ્લાં રાખીને શાળાઓ બંધ કરવાનો કોઈ ફાયદો નથી

વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષા નિર્દેશક જૈમ સાવેદ્રાનું નિવેદન

 નવી દિલ્હી,તા.૧૭ : વિશ્વ બેંકના વૈશ્વિક શિક્ષા નિદેશક જૈમ સાવેદ્રા અનુસાર મહામારીને જોતા સ્કૂલોને બંધ રાખવામાં હવે વ્યાજબી નથી અને ભલે નવી લહેર આવે સ્કૂલ બંધ કરવું છેલ્લો ઉપાય હોવો જોઈએ. સાવેદ્રાની ટીમ શિક્ષા ક્ષેત્ર પર કોરોનાની અસર પર નજર રાખી રહી છે.  તેમણે કહ્યું કે આ વાતના કોઈ પુરાવા નથી કે સ્કૂલોને ફરીથી ખોલવાથી કોરોનાના મામલામાં વૃદ્ધિ થઈ છે અને સ્કૂલ સુરક્ષિત સ્થાને નથી. સાવેદ્રાએ કહ્યું કે લોક નીતિની દ્રષ્ટિએ બાળકોના રસીકરણ સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી. કેમ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી.

 એક ઈન્ટરવ્યૂમાં સાવેદ્રાએ કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોના વાયરસના પ્રસારની વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને જોડાવાના કોઈ પુરાવા નથી અને હવે સ્કૂલોને બંધ રાખવામાં કોઈ ઓચિત્ય નથી. ભલે કોરોનાની નવી લહેર આવે, સ્કૂલોને બંધ કરવી અંતિમ ઉપાય હોવો જોઈએ.

 તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવાનો કોઈ મતલબ નથી કોઈ બહાનું ન હોઈ શકે. વિશ્વ બૈંકના વિભિન્ન અધ્યયન અનુસાર જો સ્કૂલ ખોલવામાં આવે છે તો બાળકો માટે સ્વાસ્થ્ય જોખમ ઓછું થઈ જાય છે અને બંધ થવાનો ખર્ચ વધારે થઈ જાય છે.

 તેમણે કહ્યું કે ૨૦૨૦ દરમિયાન આપણે અણસમજમાં પગલા ભરી રહ્યા હતા. આપણને હજું પણ નથી ખબર કે મહારમારીને પહોંચી વળવાની સૌથી સારી રીત શું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં તત્કાલ સ્કૂલો બંધ કરવાના પગલા ભરવામાં આવ્યા છે. ત્યારથી ઘણો સમય વીતી ગયો છે અને ૨૦૨૦ અને ૨૦૨૧માં અનેક લહેર આવી ચૂકી છે.

 બાળકોના રસીકરણ નહીં થવાની ચિંતાઓ અંગે પુછવા પર તેમણે કહ્યું કે એવો કોઈ દેશ નથી કે જેણે બાળકોના રસીકરણ બાદ સ્કૂલોને ફરી ખોલવાની શરત રાખી હોય. કેમ કે આની પાછળ કોઈ વિજ્ઞાન નથી અને લોક નીતિની નજરથી આનો કોઈ મતલબ નથી.

 ભારતમાં મહામારીના કારણે સ્કૂલો બંધ થવા અંગે સાવેદ્રાએ કહ્યું કે અસર પહેલાની સરખામણીએ વધારે ગંભીર છે અને અભ્યાસના નુકસાનનો અંદાજો વધારે રહેવાની આશંકા છે.

(12:43 pm IST)