Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસમાં સામેલ રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી

શીખ ફોર જસ્ટિસએ કહ્યુ કે, ઈન્દુ મલ્હોત્રાને પીએમ મોદીની સુરક્ષા મામલે તપાસ કરવા દઈશુ નહીં

નવી દિલ્હી ;  પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસમાં સામેલ રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપવામાં આવી. ખાલિસ્તાન અલગાવવાદીઓએ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપી હોવાનું સામે આવ્યુ છે. છે. શીખ ફોર જસ્ટિસએ કહ્યુ કે, ઈન્દુ મલ્હોત્રાને પીએમ મોદીની સુરક્ષા મામલે તપાસ કરવા દઈશુ નહીં.ઈન્દુ મલ્હોત્રા વડાપ્રધાન સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટની તપાસ કમિટીની ચેરપર્સન છે.

પૂર્વ જસ્ટિસ મલ્હોત્રા સહિત કેટલાક વકીલોને એક વોઈસ નોટ મોકલવામાં આવી છે. આ વોઈસ નોટમાં કહેવામાં આવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટની પૂર્વ જજને અમે વડા પ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસ કરવા દઈશુ નહીં. પીએમ મોદી અને શીખમાંથી કોઈ એકને પસંદ કરવુ પડશે. આગળ કહ્યુ કે, અમે સુપ્રીમ કોર્ટના વકીલોની પણ યાદી બનાવી રહ્યા છીએ.

અગાઉ પણ સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ મામલે ધમકીભર્યા ફોન આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 50થી વધારે વકીલોને ઈન્ટરનેશનલ નંબરથી કોલ કરીને દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાનની સુરક્ષા ચૂક માટે તેઓ જવાબદાર છે. ફોન કરનારે શિખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો છે.

(12:50 am IST)