Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

પેટ કા સવાલ હૈ.....

કાંઈપણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમામાં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર..

(3:18 pm IST)
  • દક્ષિણ મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસર આસપાસના જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી ચક્રવાત 'તાઉ તે' નો ખતરો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં મુંબઇ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં વેક્સિનેશન બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર છે. મંગળવારે સવારે વાવાઝોડું પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાત કાંઠે ટકરાશે. આ દરમિયાન વાવાઝોડાગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. access_time 5:28 pm IST

  • સરકારે સત્તાવાર રીતે આજથી તેના કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી 'પ્લાઝ્મા થેરપી' આખરે કાઢી નાખી છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 10:32 pm IST

  • તૌકતે ઇફેક્ટ : ગીરસોમનાથ જિલ્લાના તલાળામાં એક મોબાઈલ ટાવર ધરાશાયી થવાના સમાચાર આવ્યા છે. દયાનંદ સોસાયટીમાં અગાશી પર લગાવેલા મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. ચક્રવાતના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ જ જાનહાનિના સમચાર આવ્યા નથી. access_time 1:40 am IST