Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૨૪ મેથી ૧૦ જુન વચ્ચે બંગાળના અખાતમાં લો પ્રેસર બનશેઃ દ.ભારતમાં વરસાદ ચાલુ રહેશે

જાણીતા વેધર વોચર કેન્ની નોંધે છે કે ૨૪ મેથી ૧૦ જુન વચ્ચે બંગાળના અખાતમાં એલ.પી.એ. લો પ્રેસર એરીયા સર્જાવાની સંભાવના છે. દરમિયાન તેઓ જણાવે છે ૧૮થી ૨૪ વચ્ચે દક્ષિણ ભારત ઉપર વરસાદ  અને ગાજવીજ ચાલુ રહેશે. ગુજરાતના અનેક શહેરો-ગામો-વિસ્તારોમાં નુકશાન સર્જક તોફાની પ્રચંડ પવન સાથે અતિભારેથી ભારે વરસાદ અને પૂર હોનારત તોળાઇ રહેલ છે.

(4:26 pm IST)
  • રાજકોટ, મોરબી અને આસપાસના વિસ્તારોમાં સોમ અને મંગળવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ જેવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. bbc પણ રાજકોટને ભારે વરસાદવાળા ઝોનમાં મુકે છે. access_time 9:28 am IST

  • ચક્રવાત તૌકતે : હવામાન વિભાગે જાહેર કર્યું છે કે લેટેસ્ટ સેટેલાઇટ તસ્વીર જોતા વાવાઝોડાની 'આંખ' (કેન્દ્ર) નો આગળનો ભાગ અત્યારે ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં પ્રવેશી ચુક્યો છે. અત્યારે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા ચાલુ છે અને તે આગામી 3 કલાકમાં પૂર્ણ થશે. ચક્રવાતનું કેન્દ્ર હાલ દીવથી 35 કિ.મી. પૂર્વ - દક્ષિણપૂર્વમાં છે. તે સૌરાષ્ટ્ર કાંઠો ઓળંગીને દીવની પૂર્વ દિશામાંથી 3 કલાકમાં પસાર થઈ જશે. access_time 10:00 pm IST

  • કાંઈ પણ બનવાનું હોય તો ભલે બને.. પરંતુ માછીમારી તો ચાલુ રાખવી જ પડશે, પેટ કા સવાલ હૈ.. દક્ષિણના સુપ્રસિદ્ધ અખબાર મલયલા મનોરમા માં પ્રસિદ્ધ થયેલ લાજવાબ તસવીર.. access_time 9:29 pm IST