Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

અર્થવ્યવસ્થા ગતિશીલ બની

ન્યૂયોર્કમાં ૭૦ ટકા રસીકરણ : દરેક પ્રતિબંધો હટાવાયા

ન્યૂયોર્ક તા. ૧૭ : ન્યુયોર્કના રાજયપાલ એન્ડ્ર્યુ કુઓમોએ કહ્યું કે કોરોના વિરુદ્ઘ રસીકરણવાળાવયસ્ક નિવાસીઓની સંખ્યા ૭૦ ટકાસુધી પહોંચ્યા બાદ દરેક કોરોના સંબંધિત પ્રતિબંધોનેહટાવી દીધા છે અને તેમની અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવ્યું છે.

કયૂમોએ ટ્વીટર પર એક ઘોષણામાં કહ્યું આજે ન્યુયોર્ક રાજય ૭૦ ટકા વયસ્ક રસીકરણ અમારા લક્ષ્ય સુધી પહોંચી ગયું છે. એનો અર્થ એ છે કે અમે ફરી અમારીલાઈફમાં પાછા ફરી શકીએ છીએ. તુરંત પ્રભાવથી રાજય દ્વારા લગાવામાંઆવેલા કોરોના પ્રતિબંધોને વાણિજિયક અને સામાજિક ક્ષેત્રોથી હટાવામાં આવે છે.

સોમવાર સુધીમાં કોરોનાના ૪૭૦ નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા ૧૪ દિવસમાં ૪૬ ટકા ઓછા છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૦ના એપ્રિલમાં કોરોનાનોપ્રકોપ ચરમ પર હતો. તે સમયે અંદાજે ૧૮ હજાર દર્દીહોસ્પિટલમાં દાખલ હતા. અને પ્રતિદિન ૮૦૦ મોત વાયરસ સંબંધિત જટિલતાઓથીથઇ હતી.

(10:26 am IST)