Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં એક કેન્દ્રીય પ્રધાનને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે: ન્યુઝફર્સ્ટના અહેવાલથી ભારે ચર્ચા

ટૂંક સમયમાં રસપ્રદ વળાંક આવી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. નોર્થ બ્લોકમાં થઈ રહેલા ગણગણાટ મુજબ એક કેન્દ્રીય પ્રધાનને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. તેમનું નામ સહિતની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પુનઃરચના કરી રહ્યાના ન્યુઝફર્સ્ટના અહેવાલના પગલે આ બીજા અહેવાલથી ભારે ચર્ચા સર્જાઈ છે.

(8:41 pm IST)