Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

મેક્સિકોમાં ફરી વખત અંધાધૂંધ ફાયરિંગ: બંદૂકધારીઓએ બારમા કર્યો ગોળીબાર:સીટી મેયર સહિત 12 લોકોના મોત

ઘટનામાં 6 પુરુષો અને 6 મહિલાઓ સહિત 12 લોકોના મોત

મેક્સિકોના ગુઆનાજુઆટોના ઈરાપુઆટોમાં એક બારમાં રવિવારના રોજ એક બંદૂકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 6 પુરુષો અને 6 મહિલાઓ સહિત 12 લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક તંત્રએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આશા છે કે તે જલ્દી પકડાઈ જશે  લગભગ એક મહિના અગાઉ દક્ષિણ પશ્ચિમ મેક્સિકોમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગ્યુરેરો રાજ્યના સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. જેમાં શહેરના મેયર સહિત 12 લોકોના મોત થયા હતા. હુમલાખોરે અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો જેના કારણે લોકો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

એક મેક્સિકન પત્રકારે પણ આ ઘટના વિશે ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં 20થી વધુ લોકોના મોત થવાની આશંકા છે જેમાં 12 વર્ષના બાળકના મોતની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, ગ્યુરેરો વાયોલેન્સિયાના આંતરિક ભાગમાં છે જ્યાં હાલમાં મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ગ્યુરેરોના ગવર્નર એવલિન પિનેડાએ મેયર કોનરાડો મેન્ડોઝા અલ્મેડાની હત્યા અને ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં સતત ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે.

(10:07 pm IST)