Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી શરીરની સ્થૂળતા વધે : અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોનું તારણ

વાયુ પ્રદૂષણના કારણે મહિલાઓના વજન, બોડી માસ ઇન્ડેક્સ, કમરનો ઘેરાવો અને શરીરની ચરબીને પણ અસર થાય

નવી દિલ્હી :જળ, વાયુ અને ધ્વનિ પ્રદૂષણના કારણે ઘણા નુકસાન થાય છે. ખાસ કરીને વાયુ પ્રદૂષણ શ્વસનને લગતા રોગો માટે જવાબદાર હોય છે. ત્યારે વાયુ પ્રદૂષણના કારણે મહિલાઓના વજન, બોડી માસ ઇન્ડેક્સ, કમરનો ઘેરાવો અને શરીરની ચરબીને પણ અસર થતી હોવાની આશ્ચર્યજનક વિગતો સામે આવી છે.

 અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોએ વાયુ પ્રદૂષણને શરીર પર અસર અંગે અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી શરીરની ચરબીનું પ્રમાણ વધે છે. 40થી 50 વર્ષની મહિલાઓ વાયુ પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્કમાં આવે ત્યારે સૂક્ષ્મ કણો, નાઇટ્રોજન ડાયોક્સાઇડના કારણે તેમના શરીરના કદ અને રચનામાં વધારો જોવા મળે છે.

સંશોધનકારોએ હવાના પ્રદૂષણ અને શરીરની રચના પરની શારીરિક પ્રવૃત્તિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાની તપાસ કરી હતી. સંશોધકોનું માનવું છે કે, વધુ શારીરિક પ્રવૃત્તિ હવાના પ્રદૂષણના સંસર્ગને ઘટાડવામાં મદદરૂપ કરી શકે છે.

(10:47 pm IST)