Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

મોંઘવારીને મારો ગોળી : બે વર્ષ બાદ લોકો બેફામ રૂપિયા વાપરવા લાગ્‍યા : તુટશે રેકોર્ડ

સોનુ - ચાંદી - વાહન - જમીન - મકાન જયાં જુઓ ત્‍યાં ખરીદી : તહેવારોમાં લોકો ૩૨૦૦ કરોડ ડોલર ખર્ચ કરશે

નવી દિલ્‍હી, તા.૧૭: મોંઘવારી વચ્‍ચે આ તહેવારોની સિઝનમાં દશેરા પછી ધનતેરસ, દિવાળી, છઠ પૂજા જેવા તહેવારો આવવાના છે. વિશ્વભરમાં મોંઘવારી રેકોર્ડ તોડી રહી છે. સાથે જ ભારત અન્‍ય દેશોની સરખામણીમાં સારી સ્‍થિતિમાં છે. સ્‍થાનિક વર્તુળોના સર્વે મુજબ, લોકો તહેવારોમાં ૩૨૦૦ મિલિયન ડોલરનો ખર્ચ કરી શકે છે. કન્‍ઝ્‍યુમર પિરામિડ હાઉસહોલ્‍ડ ઈન્‍ડેક્‍સ સર્વે અનુસાર તહેવારોની સિઝનમાં ખરીદીના રેકોર્ડ તોડી શકે છે.
સર્વે મુજબ, શહેરી વિસ્‍તારોમાં ૯.૩ ઉપભોક્‍તા કંઈક યા બીજી વસ્‍તુ ખરીદવા માટે તૈયાર છે. જયારે ગ્રામીણ વિસ્‍તારોમાં આ દર ૫.૬્રુ સુધી છે. ઈન્‍ડિયા રિટેલ એસોસિએશનના જણાવ્‍યા અનુસાર લોકો ખરીદી કરવા ઉત્‍સુક છે. દસમાંથી ચાર ભારતીયો બજારમાં કેટલાક પૈસા ખર્ચવા તૈયાર છે.
વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલના જણાવ્‍યા અનુસાર, યુવાનોમાં સોનું ખરીદવાની રુચિ વધી રહી છે. યુવાનો પાંચથી દસ ગ્રામની જવેલરી ઓનલાઈન ખરીદી રહ્યા છે. ઓનલાઈન સોનાની ખરીદીનો દર ૩.૫ ટકા છે, જે આગામી પાંચ વર્ષમાં વધીને સાતથી દસ ટકા થઈ જશે.
૨૦૨૧-૨૨માં નવરાત્રિ દરમિયાન દેશમાં ૩.૪૦ લાખ વાહનોનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનનો અંદાજ છે કે નવરાત્રી પછી ધનતેરસ પર વાહનોના વેચાણનો રેકોર્ડ તૂટી જશે

 

(11:01 am IST)