Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

ડીસેમબર સુધીમાં દેશમાં ૨૫ લાખ જેટલા લગ્નોઃ રૂા.૩ લાખ કરોડનો બિઝનેસ થવાની સંભાવના

તહેવારોમાં ૨.૫ લાખ કરોડનો બિઝનેસ થયા બાદ ૧૪ નવેમ્‍બરથી લગ્નોની સીઝન : મેરેજ હોલ - બેંકવેટ હોલ - હોટલ - વાડી - રિસોર્ટના એડવાન્‍સ બુકિંગઃ આ વખતે લગ્નોમાં ૪૦% વધુ ખર્ચ:નવે.૨૦ - ૨૧ - ૨૪ - ૨૫ - ૨૭ - ૨૮- ૩૦મીએ વધુ લગ્નો : ડીસે.માં ૪,૫,૭, ૮, ૯, ૧૪મીએ વધુ લગ્નો

નવી દિલ્‍હી, તા.૧૭: તહેવારોની સિઝનમાં લગભગ ૨.૫ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ધારણા છે. તહેવારો પૂરા થયા બાદ દેશમાં ૧૪ નવેમ્‍બરથી લગ્નની સિઝન શરૂ થઈ રહી છે, જે આવતા વર્ષે જૂન-જુલાઈ સુધી ચાલશે. વેપારીઓના સંગઠન ઘ્‍ખ્‍ત્‍વ્‍એ આશા વ્‍યક્‍ત કરી છે કે આ વર્ષે ૩૧ ડિસેમ્‍બર સુધીમાં દેશમાં ૨૫ લાખથી વધુ લગ્નો થવાની ધારણા છે, જેમાં લગભગ ૩ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થશે. એટલે કે તહેવારોની સિઝન બાદ લગ્નની સિઝનમાં પણ બજાર ધમધમતું રહેશે.

બે-ત્રણ વર્ષ સુધી કોરોનાથી પ્રભાવિત થયા બાદ લગ્નની મોસમ ફરી એકવાર વેગ પકડી છે. હોટેલ ઈન્‍ડસ્‍ટ્રીના જણાવ્‍યા અનુસાર આ વર્ષે લગ્ન માટે દેશમાં ૮૦% થી વધુ વેડિંગ વેન્‍યુ અને બેન્‍ક્‍વેટ હોલ અગાઉથી બુક થઈ ગયા છે. તે જ સમયે, ગયા વર્ષ કરતાં આ વર્ષે લગ્નના સ્‍થળોનું બુકિંગ ૩૦% વધુ થયું છે. મનીષા દિવાને, મેરિયોટ ઇન્‍ટરનેશનલ હોટેલ્‍સે જણાવ્‍યું હતું કે, આ વર્ષે વેડિંગ બિઝનેસ પ્રી-કોવિડ લેવલને વટાવી ગયો છે અને બિઝનેસમાં ૪૦% વળદ્ધિ થવાની ધારણા છે.

ભારતીય લગ્ન બજારઃ અત્‍યારે દેશમાં દર વર્ષે લગભગ ૧.૧૦ કરોડ લગ્નો થાય છે. Mautrimony.com અનુસાર, તે દર વર્ષે ૨૫% વધી રહી છે. ભારતમાં લગ્નોનું માર્કેટ ૮ લાખ કરોડનું છે, જે આગામી ૧૦ વર્ષમાં ૪૧ લાખ કરોડનું થઈ શકે છે.

મહાનગરો અને મોટા શહેરોની સાથે, જયપુર, ઇન્‍દોર, આગ્રા, પટના જેવા ટાયર-૨ અને ટાયર-૩ શહેરો તેમજ નાના શહેરોમાં હોટેલ બુકિંગમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થયો છે. જ્‍યારે દુબઈ, ઈટાલી, યુએસએ, થાઈલેન્‍ડ, સિંગાપોર અને ફ્રાન્‍સમાં ડેસ્‍ટિનેશન ઈન્‍ક્‍વાયરીમાં ૬૦્રુનો વધારો જોવા મળ્‍યો છે.

(1:50 pm IST)