Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

૨૧ વર્ષ જ રહેશે લગ્નની ઉંમર

મોદી સરકાર માત્ર હિન્દુ જ નહિ પણ મુસ્લિમ હોય કે ખ્રિસ્તી બધાના મેરેજ એકટ સુધારશે

નવી દિલ્હી તા. ૧૭ : કેન્દ્રની મોદી સરકારે યુવતીઓની લગ્નની ન્યુનતમ ઉમર૧૮ વર્ષથી૨૧ વર્ષ કરવાના પ્રસ્તાવને આજે પસાર કરી દીધો છે. વર્ષ ૨૦૨૦માં ૧૫ ઓગસ્ટેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએતેમના ભાષણ દરમ્યાન આ બાબત અંગેના સ્પષ્ટ સંકેત આપ્યા છે. હવે સરકાર આજ દિશામાં આગળ વધીને બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશ્યલ મેરેજ એકટ અને હિન્દૂમેરેજ એકટમાં સંશોધનનો રસ્તો સાફ કર્યો છે.

સરકાર દ્વારા પ્રસ્તાવ પસાર કર્યા બાદ લાગીરહ્યું હતું કે આ નિર્ણય હેઠળ મુસ્લિમ પર્સનલ લો પર આ સુધારો પ્રભાવી થશે નહીં, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, દરેક પર્સનલ લો પર આ સુધારો પ્રભાવિત થશે. અને દરેક સમુદાયનીયુવતીઓના લગ્ન માટે ૨૧ વર્ષની ઉમર જરૂરી રહેશે.

બાળ લગ્ન નિષેધ (સુધારા) ખરડો, ૨૦૨૧ એ બાળ લગ્ન નિષેધ અધિનિયમ, ૨૦૦૬ (ભ્ઘ્પ્ખ્) માં સુધારો કરવા માટે  સ્ત્રી અને પુરૂષો બંને માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષની સમાન બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે, જે હાલમાં પુરુષો માટે છે. મહિલાઓ માટે ૨૧ વર્ષ અને મહિલાઓ માટે ૧૮ વર્ષ. આ જ ફેરફાર લગ્નની ઉંમરને લગતા સંબંધિત કાયદાઓમાં થશે. આ કાયદાઓ ઇન્ડિયન ક્રિશ્યિયન મેરેજ એકટ, ૧૮૭૨ છે; ધ પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એકટ, ૧૯૩૬; મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એકટ, ૧૯૩૭; સ્પેશિયલ મેરેજ એકટ, ૧૯૫૪; હિન્દુ મેરેજ એકટ, ૧૯૫૫; અને ફોરેન મેરેજ એકટ, ૧૯૬૯. આ સિવાય હિન્દુ લઘુમતી અને ગાર્ડિયનશિપ એકટ, ૧૯૫૬; અને હિન્દુ દત્ત્।ક અને જાળવણી કાયદો, ૧૯૫૬ પણ આ સંદર્ભમાં આવે છે.

બુધવારે કેબિનેટ દ્વારા આપવામાં આવેલી મંજૂરી ડિસેમ્બર ૨૦૨૦જ્રાક્નત્ન જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સુપરત કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે. તે માતૃત્વની ઉંમર, માતૃ મૃત્યુદર ઘટાડવાની જરૂરિયાત, પોષણમાં સુધારણા સંબંધિત બાબતો માટે રચવામાં આવી હતી.

જો કે બાળ લગ્નને લઈને બનેલો કાયદો દરેક સમુદાયને લાગુ પડે છે, પરંતુ મુસ્લિમ પર્સનલ લોને લઈને તેની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. ૨૦૧૨જ્રાક્નત્ન, લિલી હાઈકોર્ટે ૧૫ વર્ષની છોકરીના પોતાની મરજીથી કરેલા લગ્ન માન્ય ગણાવતા કહ્યું હતું કે ઈસ્લામિક કાયદા અનુસાર, માસિક ધર્મ શરૂ થયા પછી છોકરી તેની ઈચ્છા મુજબ લગ્ન કરી શકે છે.

તે જ સમયે, ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૫ માં કહ્યું હતું કે સમુદાય-વિશિષ્ટ લોકો પણ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, ૨૦૦૬ ના દાયરામાં આવે છે. આઙ્ખકટોબર ૨૦૧૭ માં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ એમબી લોકુર અને દીપક ગુપ્તાએ ચોક્કસ સમુદાયના અલગ લગ્ન કાયદાને પીસીએમએ સાથે મજાક ગણાવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૮ માં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે કહ્યું હતું કે કાયદો કોઈ ચોક્કસ સમુદાયને લાગુ પડતો નથી. કોર્ટે કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો એક વિશેષ અધિનિયમ છે, જયારે પીસીએમએ સામાન્ય અધિનિયમ છે.

(10:14 am IST)