Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પાર્થિવદેહને અંતિમ સંસ્કાર કરાયા

વરુણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિધ્ધિમને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી

તામિલનાડુમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ હતુ.આજે તેમના વતન ભોપાલમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરુણ સિંહના ભાઈ તનુલ અને પુત્ર રિધ્ધિમને તેમના નશ્વર હેદને મુખાગ્નિ આપી હતી.

એ પહેલા મિલિટરી ટ્રકમાં તેમના મૃતદેહને સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડયા હતા અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. એરફોર્સના જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

ગુરુવારે બપોરે તેમનો પાર્થિવ દેહ બોપાલ પહોંચાડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવારને એક કરોડ રુપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં તેઓ એક માત્ર જીવીત વ્યક્તિ હતા. જોકે સાત દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેમનુ નિધન થયુ હતુ.

(11:05 pm IST)