Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રેટગેનના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગઃરોકાણકારો થયા નિરાશ

BSE પર શેરનું ૧૪.૧૬% અને NSE પર ૧૫.૨૯% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે

મુંબઈ, તા.૧૭: રેટગેન ટ્રાવેલ ટેકનોલોજીસનો આઈપીઓ ૭ ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૯મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આજે BSE અને NSE પર રેટગેનના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ સાથે જ લિસ્ટિંગ લાભ માટે આઈપીઓ ભરનારા રોકાણકારો નિરાશ થયા છે.  ત્રણ દિવસની બોલી દરમિયાન ૧,૩૩૫.૭૪ કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ ૧૭.૪૧ ગણો ભરાયો હતો. આઈપીઓનો રિટેલ હિસ્સો ૮.૦૮ ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે Saas કંપની રેટગેન તરફથી આઈપીઓ માટે ૪૦૫-૪૨૫ રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

રેટગેન આઈપીઓનું આજે ભારતીય શેર બજારમાં ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. BSE પર શેરનું ૧૪.૧૬% અને ફલ્ચ્ પર ૧૫.૨૯% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. બીજી તરફ ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે શેરનું લિસ્ટિંગ પ્રીમિયમ ભાવે થશે.

BSE:ઇશ્યૂ કિંમતઃ ૪૨૫ રૂપિયા, લિસ્ટિંગ કિંમતઃ ૩૬૪.૮૦, નુકસાનઃ ૧૪.૧૬%

NSE: ઇશ્યૂ કિંમતઃ ૪૨૫ રૂપિયા, લિસ્ટિંગ કિંમતઃ ૩૬૦, નુકસાનઃ ૧૫.૨૯%

આઈપીઓ સાઈઝ

રેટગેન આ આઈપીઓ મારફતે ૧૩૩૫.૭૪ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ મારફતે કંપની ૩૭૫ કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જયારે ૯૬૦.૭૪ કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ માટે હશે.

પ્રાઇસ બેન્ડ : રેટગેન કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૪૦૫-૪૨૫ રૂપિયા પ્રતિ ઇકિવટી શેર નક્કી કરવામાં આવી છે.

લોટ સાઇઝ : રેટગેન આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ ૧૩ લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં ૩૫ શેર સામેલ છે.

અલોટમેન્ટ તારીખ : ૯મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ ૧૪મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી હતી.

(3:24 pm IST)