Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

દિલ્હીમાં ૨૪ કલાકમાં ઓમિક્રોન ડબલ : કુલ ૨૦ કેસ

૨૦માંથી ૧૦ સ્વસ્થ : દેશમાં કુલ ૯૭ કેસ

નવી દિલ્હી તા. ૧૭ : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આજે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જારી કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના ૧૦ નવા દર્દીઓ મળી આવ્યા છે, ત્યારબાદ રાજધાનીમાં આ વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા ૨૦ થઈ ગઈ છે. જો કે, આમાં સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કુલ ૨૦ ઓમિક્રોન સંક્રમિતમાંથી ૧૦ સાજા થઈને રજા આપી દેવામાં આવી છે.

ગઈકાલેદિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ દેખાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧૦ થઈ ગઈ છે. જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે. જયારે બાકીના નવ દર્દીઓ લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે. ૫ ડિસેમ્બરે રાજધાનીમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો. ત્યારથી, ૧૦ દિવસમા  વેરિઅન્ટના કેસોમાં ૧૦ ગણો વધારો થયો છે.

હોસ્પિટલના ડાયરેકટર ડાઙ્ખ. સુરેશ કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં ૪૦ થી વધુ દર્દીઓ દાખલ છે. તેથી હવે બેડની સંખ્યા પણ વધારીને ૧૦૦ કરવામાં આવી છે. ઓમિક્રોનના ૧૦માંથી બે દર્દીઓએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો. દિલ્હીમાં જ સંપર્કમાં આવ્યા બાદ બંનેને ચેપ લાગ્યો હતો.

(3:55 pm IST)