Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

અફઘાનિસ્તાનમાં ગંભીર નાણાકીય કટોકટી : તાલિબાન ગમે ત્યારે સરકાર ગુમાવી શકે ?

અમેરિકાએ બેન્ક એકાઉન્ટ ફ્રિજ કર્યા હોવાથી ભયંકર નાણાકીય તંગી : વ્યાપક સરકાર આપવામાં નિષ્ફળ જશે તો સત્તા ગુમાવી પણ શકે: સર્વેનું તારણ

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને તેના સહયોગી સંગઠનોની સરકાર ચાલે છે, અમેરિકાએ બેંક એકાઉન્ટ ફ્રીજ કર્યા હોવાથી અફઘાનિસ્તાન નાણાની તંગી અનુભવી રહયું છે. સરકારે શ્રમના બદલામાં અનાજનું વળતર આપવું પડે તેવા વિપરીત સંજોગો ઉભા થઇ રહયા છે આવા સમયે જો તાલિબાન સર્વેનો સમાવેશ કરતી મિલી જુલી સરકાર આપવામાં નિષ્ફળ રહયું છે.

અફઘાનિસ્તાન માટે ખાસ નિયૂકત કરેલા રશિયન ડિપ્લોમેટ જમીર કાબુલોવના માનવા મુજબ જો તાલિબાન સર્વેનો સમાવેશ કરતી એક વ્યાપક સરકાર આપવામાં નિષ્ફળ જશે તેવા સંજોગોમાં સત્તા ગુમાવી પણ શકે છે.

ગત ૧૫ ઓગસ્ટથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠન અને સહયોગી પક્ષોની સરકાર બની છે ત્યારથી એક સર્વ સામાન્ય માન્યતા પ્રાપ્ત સરકાર આપવામાં નિષ્ફળ ગઇ છે. કાબુલોવે એક રશિયન ન્યૂજ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે એથનિક રાજનીતિક સમાવેશ કરવાની તાતી જરુરીયાત છે. જો તાલિબાન આ રીતે જ સરકાર ચલાવતા રહેશે તો તેમને શાસન ગુમાવવાનો વારો આવશે. અફઘાનિસ્તાન સરકારે સંવેદનશીલ બનવવાની જરુર છે આ એક શાંતિથી અલ્ટીમેટમ છે જે કામ તેમણે કરવું પડશે.

દુનિયા આખીએ તાલિબાનને મહિલા, બાળકો અને અલ્પસંખ્યકો સહિત સૌનો વિચાર કરતી સંવેદી સરકાર બનાવવા અપીલ કરી છે.આ કારણોસર જ ગણ્યા ગાંઠયા દેશોને બાદ કરતા કોઇએ માન્યતા આપી નથી. ફ્રાંસ અને અમેરિકા પણ તાલિબાન પર સતત દબાણ કરી રહયા છે. કાબૂલોવનું માનવું હતું કે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશો અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ સુધારવા જવાબદારી લેવી જરુરી છે. મોસ્કો પણ માનવતાને પ્રાથમિકતા આપીને મદદ કરી રહયું છે. રશિયાએ માનવીય સહાયતાને અનેક બેૈચ અફઘાનિસ્તાન રવાના કરી છે.

(11:53 pm IST)