Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

સોશિયલ મીડીયા પર પતિ-પ‌ત્‍નીનો મામલો ચગ્‍યો : વીડીયો વાઇરલ : પેરાગ્‍લાઇડીંગ કરતા સમયે લગ્‍ન-પતિ અંગે ગુસ્‍સામાં વાત કરતી મહિલા

પેરાગ્‍લાઇડીંગ શરૂ થતા મહિલા રાડો પાડવા લાગે છે

નવી દિલ્હીઃ વિવિધ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વસ્તુ વાયરલ થતી રહે છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિનો પેરાગ્લાઇડિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પેરાગ્લાઇડિંગ કરાવી રહેલ ગાઇડને કહી રહ્યો હતો કે ભાઈ લેન્ડ કરાવી દે. આવો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા પેરાગ્લાઇડિંગ કરાવી રહેલ ગાઇડને કહે છે કે ભાઈ મને ખુબ ડર લાગી રહ્યો છે, મને ઉતારી દો.

એટલું જ નહીં તે મહિલા પોતાના લગ્ન અને પતિ વિશે પણ ગુસ્સામાં બોલે છે. પેરાગ્લાઇડિંગ કરતા સમયે લાગે છે મહિલાને ડરવાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પેરાગ્લાઇડિંગ કરતા આકાશમાં ઉડી રહી છે. આ દરમિયાન તે સેલ્ફી સ્ટિકથી વીડિયો પણ રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. પેરાગ્લાઇડિંગ કરતા મહિલાને અચાનક ડર લાગે છે. પેરાગ્લાઇડિંગ શરૂ થતાં તે રાડો પાડવા લાહે છે અને કહે છે પ્લીઝ મને ઉતારી દો, આ દરમિયાન મહિલાની સાથે હાજર હાઇડ તેનો જુસ્સો વધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ મહિલા કહે છે મને ઉતારી દો.

આ દરમિયાન સ્પષ્ટ જોવા મળે છે કે પેરાગ્લાઇડિંગ કરવાનો મહિલાનો કોઈ ઈરાદો નહોતોસ પરંતુ તે પતિના કહેવા પર તૈયાર થાય છે. આ મહિલા ઉંચાઈ અને પેરાગ્લાઇડિંગથી ડરતી જોવા મળી રહી છે. જ્યારે પેરાગ્લાઈડિંગ કરતા તે વધુ ઉપર ઉઠે છે તો રાડો પાડવા લાગે છે. તે ગાઇડને કહે છે કે ભાઈ મને ડર લાગી રહ્યો છે. મારા હાથમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ મહિલા પોતાના પતિ પર ગુસ્સો કરે છે કહે છે, મને બચાવી લો. મારો પતિ ખરાબ છે. મારો પતિ મને પેરાગ્લાઇડિંગમાં ધક્કો મારે છે. મને ડર લાગે છે ભગવાન મને અબીં કેમ મોકલી, મારા લગ્ન કેમ કરાવ્યા ભગવાન. મહિલાનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ સિવાય યૂઝર્સ તેને શેર કરી રહ્યાં છે. ઇન્ટરનેટ યૂઝર્વ વીડિયો પર ફની કોમેન્ટ કરી રહ્યાં છે. તો કેટલાક લોકો મહિલાની બહાદુરીને પણ સલામ કરી રહ્યાં છે.

(11:59 pm IST)