Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

IPL 2022 : આજની બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો ચેન્નાઈ સામે 3 વિકેટે શાનદાર વિજય : IPL 2022 માં પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ : ડેવિડ મિલર અને રશીદ ખાને આપવી જીત

ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી : ડેવિડ મિલરે સૌથી વધુ અણનમ 94 રનની ઇનિંગ રમી

મુંબઈ : ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો. ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ અણનમ 94 રનની ઇનિંગ રમી હતી.

આજે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટન રાશિદ ખાને પણ 40 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. 170 રનનો પીછો કરતા ગુજરાતે 7 વિકેટના નુકસાને લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો.

(11:40 pm IST)