Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કાશ્મીર અને અન્ય ભારત વિરોધી મુદ્દાઓ ને સમર્થન કરનારા બ્રિટિશ સાંસદ તનમનજીત સિંહ ધેસીને મળ્યા બાદ પંજાબના સીએમ ભગવંત માન ઘેરાયા : બીજેપી નેતાએ નિશાન સાધ્યું

ચંદીગઢ : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભૂતપૂર્વ સેના પ્રમુખ જેજે સિંહે બ્રિટિશ સાંસદ તનમનજીત સિંહ ધેસીને મળવા બદલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP) એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે બ્રિટિશ સાંસદના "ભાગલાવાદી અને ભારત વિરોધી" વિચારોનું સમર્થન કરે છે.

લેબર સાંસદ ધેસીએ ગયા અઠવાડિયે ભગવંત માન અને AAPના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી હતી અને અહેવાલો અનુસાર, કેટલાક શીખોને બ્લેકલિસ્ટ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બીજેપી નેતા જેજે સિંહે કહ્યું, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે AAPની પંજાબ સરકાર એવા લેબર સાંસદનું ઉમળકાભેર સ્વાગત કરી રહી છે જેમના મંતવ્યો અલગતાવાદી અને ભારત વિરોધી છે. AAPએ રાષ્ટ્રને સ્પષ્ટતા આપવી જોઈએ કે શું AAP તેમના (ધેસી) કાશ્મીર અને અન્ય ભારત વિરોધી મુદ્દાઓ પરના મંતવ્યો સાથે સંમત છે? જે રાષ્ટ્ર વિરોધી છે."

બીજેપી નેતાએ કહ્યું કે ભગવંત માનને જણાવવું જોઈએ કે ધેસી સાથેની મીટિંગમાં શું થયું અને પંજાબમાં AAPની આગેવાનીવાળી સરકાર દ્વારા તેમને કયા વચનો આપવામાં આવ્યા છે. ધેસીએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારત સરકારના નિર્ણયની ટીકા કરી છે.

(11:46 pm IST)