Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મહારાષ્ટ્ર : શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજનીની લાશ ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી : તપાસકર્તાઓએ આ મામલે આકસ્મિક મૃત્યુ રિપોર્ટ નોંધ્યો : પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ઘરી

મુંબઈ : શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજનીએ રવિવારે સાંજે તેના કુર્લા નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા ખળબળાટ મચી ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે 9.40 વાગ્યે પ્રકાશમાં આવી હતી અને નહેરુ નગર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રજની રવિવારે ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને કેસની તપાસ કરી રહી છે, ત્યારે તપાસકર્તાઓએ આ મામલે આકસ્મિક મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવાર રાત સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અને આ છેલ્લું પગલું ભરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ઘરીને પુછપરછ શરૂ કરી છે.

(12:00 am IST)