Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મુંબઈમાં તહેવારોમાં શાંતિ જાળવનાર નાગરિકોનો પોલીસ કમિશનર આભાર માન્યો

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ રવિવારે શહેરના રહેવાસીઓનો છેલ્લા કેટલાક દિવસોથી ઉજવાયેલા વિવિધ તહેવારો દરમિયાન શાંતિ જાળવવા બદલ આભાર માન્યો હતો.

પાંડેએ ટ્વિટર પર કહ્યું કે 'મુંબઈવાસીઓનો આભાર. ગયા અઠવાડિયે તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. કેટલીક ઘટનાઓ બની, પરંતુ અમને સમયસર જનતાનો સાથ મળ્યો.'

નોંધનીય છે કે 10 એપ્રિલે દેશમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પછી 14 એપ્રિલના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની સાથે એ જ દિવસે મહાવીર જયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુડ ફ્રાઈડે અને હનુમાન જયંતિ અનુક્રમે 15 અને 16 એપ્રિલે મનાવવામાં આવ્યા હતા જ્યારે ઈસ્ટર રવિવારે ઉજવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કેટલીક ઘટનાઓને બાદ કરતાં શહેરમાં આ તમામ તહેવારો અને ઉજવણી મોટાભાગે શાંતિપૂર્ણ રહી હતી.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે તહેવારો દરમિયાન દેશના કેટલાક ભાગોમાં અથડામણ અને હિંસાની ઘટનાઓ સામે આવી હતી.

(12:00 am IST)