Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જાન આવવાની રાહ જોઈ રહી હતી દુલ્‍હનઃ વરરાજો સાયકલ લઈને ભાગ્‍યો

યુપીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી

લખનૌ, તા.૧૮: સોળે શણગાર સજેલી દુલ્‍હન જાન આવવાની રાહ જોઈ રહી હતી. જો કે, જાન જાય તે પહેલા વરરાજો ગાયબ થઈ ગયો હતો. આ બાજૂ વરરાજો અચાનક ગાયબ થતાં પરિવારના લોકોમાં હડકંપ મચી ગયો. કહેવાય છે કે, જાન જતા પહેલા વરરાજો સાયકલ લઈને નિકળ્‍યો હતો, જે પાછો આવ્‍યો જ નથી. પરિવારના લોકોએ શોધ ખોળ કરી પણ વરરાજાની ક્‍યાંય ભાળ ન મળી. વરરાજાની બહેન સીમાએ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

ઉત્તર પ્રદેશના કનૌજમાં આવેલા ચૌખટા ગામના રહેવાસી અંગને લાલના પુત્ર રવિકાંતની જાન ઈંદરગઢના ચંદૌવા નિવાસી કામતા પ્રસાદની દિકરી શિવાની ઉર્ફ સાવિત્રીને ત્‍યાં જવાની હતી. દુલ્‍હને ભાઈએ જણાવ્‍યું હતું કે, વરપક્ષની દરેક માગને સ્‍વિકારીને અમે લગ્ન માટે તૈયાર થયા હતા.

શનિવાર સાંજે વરપક્ષને જાન લઈને જવાનું હતું. ઘરમાં જાનને લઈને તમામ તૈયારીઓ થઈ રહી હતી. ઘરે મિઠાઈ અને રસોઈ બનાવાનું પણ ચાલુ હતું. ત્‍યારે અચાનક વરપક્ષ તરફથી સમાચાર મળે છે કે, વરરાજો કોઈને પણ કહ્યા વગર ઘરેથી ભાગી ગયો છે. ઘણી શોધખોળ કરી પણ ક્‍યાંય મળ્‍યો નહીં.

આ બાજૂ આ ઘટનાની જાણ કન્‍યાપક્ષને થતાં પરિવારમાં સોપો પડી ગયો હતો. દુલ્‍હન જાન આવવાની રાહ જોઈ રહી હતી. દુલ્‍હનના ભાઈએ જણાવ્‍યુ કે, વર પક્ષ વિરુદ્ધ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ લખાય છે, ત્‍યા સુધીમાં કન્‍યા પક્ષે પોલીસ સ્‍ટેશનમાં અડ્ડો જમાવીને બેઠા રહ્યા હતા.

(10:43 am IST)