Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા પીજે કુરિયને રાહુલને અસ્‍થિર કહ્યા

ગાંધી પરિવારના નેતૃત્‍વ પર ફરી સવાલ : કુરિયનનું નિવેદન એવા સમયે આવ્‍યુ છે જ્‍યારે પાર્ટી વર્તમાન નેતૃત્‍વ સામે સવાલ ઉઠાવનારાઓથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે : કેવી થોમસે પણ તેને સમર્થન આપ્‍યુ છે

નવી દિલ્‍હી,તા.૧૮: કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવારના નેતૃત્‍વ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજયસભાના પૂર્વ ઉપાધ્‍યક્ષ પીજે કુરિયનનું કહેવું છે કે ગાંધી પરિવારની બહારની વ્‍યક્‍તિએ પાર્ટીની બાગડોર સંભાળવી જોઈએ. એક ઈન્‍ટરવ્‍યુ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ક્ષમતાઓ પર પણ સવાલ ઉઠાવ્‍યા હતા. સાથે જ તેમણે વરિષ્ઠ નેતાઓની અવગણના કરવાની પણ વાત કરી છે.

એક ઈન્‍ટરવ્‍યુ દરમિયાન કુરિયને કહ્યું કે રાહુલ ગાંધી એવા નેતા છે જેમની પાસે ‘સ્‍થિરતા નથી' અને તેમને જવાબદારીઓ ન આપી શકાય. તેમણે ગાંધી પરિવારની બહારના વ્‍યક્‍તિને લગામ આપવાનું સૂચન કર્યું છે. પાંચ રાજયોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્‍યો હતો. પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુમાવી હતી.

કુરિયને કહ્યું, ‘કપ્‍તાન મુશ્‍કેલીના સમયે જહાજ છોડતા નથી. ૨૦૧૯ની ચૂંટણી બાદ તેમણે અચાનક જ હોદ્દા (કોંગ્રેસના વડા) પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ પક્ષના મહત્‍વના નિર્ણયો લેવાનું ચાલુ રાખ્‍યું. ૮૧ વર્ષીય નેતાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી એક એવા વર્તુળથી દ્યેરાયેલા છે જેમને કોઈ સંગઠનાત્‍મક જ્ઞાન નથી, ચૂંટણીનો ઈતિહાસ નથી.

તેમણે કહ્યું, ‘તે પોતાના નજીકના નેતાઓની સલાહ લીધા બાદ દ્યણા નિર્ણયો લે છે. પાર્ટી આ રીતે આગળ વધી શકે નહીં. પક્ષને બચાવવા દરમિયાનગીરી કરનારા નેતાઓની અવગણના કરવામાં આવી હતી. વાસ્‍તવમાં, કોંગ્રેસ નેતા G-23 વિશે વાત કરી રહ્યા હતા, જે લાંબા સમયથી સંગઠનમાં સુધારાની માંગ કરી રહ્યા હતા. આ અંગે તેમણે સોનિયા ગાંધીને પત્ર પણ લખ્‍યો હતો. ખાસ વાત એ છે કે છેલ્લી ૧૦ વિધાનસભા ચૂંટણીમાં એક પણ રાજય પોતાના દમ પર ન જીત્‍યા બાદ કોંગ્રેસમાં સંકટ વધુ ઘેરી બન્‍યું હતું.

ખાસ વાત એ છે કે કુરિયનનું નિવેદન એવા સમયે આવ્‍યું છે જયારે પાર્ટી વર્તમાન નેતૃત્‍વ સામે સવાલ ઉઠાવનારાઓથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. ‘કેટલાક સમયથી પાર્ટી નેતૃત્‍વ વિના ચાલી રહી છે. જયારે પાર્ટીને ગાંધીજીની સૌથી વધુ જરૂર હતી ત્‍યારે તેમણે પાર્ટી છોડી દીધી હતી. તેમનામાં સ્‍થિરતા નથી. પાર્ટી તેમને ફરીથી જવાબદારી ન આપી શકે. હવે પાર્ટીને મજબૂત નેતૃત્‍વની જરૂર છે.

 

ડાબેરી પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ કારણ બતાવો નોટિસ મેળવનાર કે.વી. થોમસે પણ કુરિયનને સમર્થન આપ્‍યું હતું. થોમસે કહ્યું, ‘તેણે જે કહ્યું તે સાચું છે.' કુરિયન પીવી નરસિમ્‍હા રાવની સરકારમાં મંત્રી હતા. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ પણ રહી ચૂક્‍યા છે.

(10:47 am IST)