Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

આ અમેરિકનના નામે સૌથી લાંબા પગવાળી મહિલા અને ટીનેજર એમ બે રેકોર્ડસ

ન્‍યુયોર્ક,તા. ૧૮: ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં મેસી ક્‍યુરીન નામની ૧૯ વર્ષની યુવતી વિશ્વના સૌથી લાંબા પગનો રેકોર્ડ ધરાવે છે. તેના પગની લંબાઈ અભિનેતા ડેની ડેવિટોની કુલ હાઈટ જેટલી જ છે. મેસી ક્‍યુરીન સૌથી લાંબા પગ ધરાવતી મહિલા તેમ જ ટીનેજર એમ બે રેકોર્ડ ધરાવે છે. તેની આ ઉપલબ્‍ધિને કારણે સોશ્‍યલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્‍યા સતત વધી રહી છે.

કુલ ૬ ફુટ ૧૦ ઇંચની ઊંચાઈ ધરાવતી મેસી ક્‍યુરીનની ૬૦ ટકા જેટલી ઊંચાઈ તેના પગની જ છે. તેના પગની લંબાઈ ૧૪૭ સેન્‍ટિમીટરનું કદ ધરાવતા અભિનેતા ડેની ડેવિટો  કરતાં માત્ર ૧૨ સેન્‍ટિમીટર ઓછી છે. પોતાનું કદ છુપાવવાને બદલે મેસી ક્‍યુરીને પોતાના ટિકટોક અને ઇન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ્‍સ પર બોડી પોઝિટિવિટીના સંદેશાઓ પોસ્‍ટ કરીને ૨૦ લાખ જેટલા ફોલોઅર્સ મેળવ્‍યા છે.

ટેક્‍સસના સિડર પાર્કમાં રહેતી મેસી ક્‍યુરીને શરૂઆતમાં ખાલી મોજમાં ટિકટોક અકાઉન્‍ટ શરૂ કર્યું હતું પરંતુ તેના એક વિડિયોને ૩.૬૧ કરોડ વ્‍યુઝ મળ્‍યા બાદ તેણે સોશ્‍યલ મીડિયાનો ઉપયોગ કરી પોતાના ફોલોઅર્સ વધારવાની શરૂઆત કરી હતી, જેમાં તેના પરિવારે પણ તેને પૂરો સપોર્ટ આપ્‍યો હતો.

સોશ્‍યલ મીડિયા પરના પોસ્‍ટિંગ દ્વારા, તેણે સ્‍વપ્રેમ, સ્‍વસ્‍વીકૃતિ શીખી તેમ જ આ રીતે જ  તેને સમજાયું હતું કે હાઇટ વધુ હોવી એ લોકો માને છે એટલું ખરાબ નથી. જોકે આટલી વધુ હાઇટ હોવા એના લાભ મર્યાદિત છે સામે પક્ષે પડકારો અગણિત છે. હાઇટ વધુ હોવાથી બાસ્‍કેટબોલ અને વોલીબોલ જેવી રમતોમાં તેણે નિપુણતા કેળવી જ છે તો સામે પક્ષે કદમાં ઊંચી હોવાથી અનેક વાર તેણે મજાક મશ્‍કરીનો હિસ્‍સો બનવું પડ્‍યું છે. વષાોની ખરીદી પણ પડકારજનક બની રહે છે. તેના મોટા ભાગનાં વષાો કસ્‍ટમ-મેડ હોય છે. 

(10:50 am IST)