Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

બાપ-દીકરાએ ૫૬.૮૭ સેકન્‍ડમાં ૧૦ ગાર્મેન્‍ટસ હેન્‍ગર પર લટકાવ્‍યા

રેકોર્ડ બનાવવા માટે તેઓ પોતાની સાથે લાકડાના તેમ જ પ્‍લાસ્‍ટિકના વિવિધ પ્રકારનાં ૧૦ હેન્‍ગર લાવ્‍યા હતા

લંડન,તા. ૧૮: બ્રિટનમાં બાપ-દીકરાની જોડીએ સોથી ઓછા સમયમાં ૧૦ વષાોને હેન્‍ગર પર લટકાવવાનો રેકોર્ડ તોડ્‍યો હતો. પિતા એડ્‍વર્ડ ડ્રેપર અને પુત્ર રોવાન ડ્રેપરની જોડીએ લંડનના ટ્‍વિકેનહામમાં તુર્કનું હેડ પબ ખાતે માત્ર ૫૬.૮૭ સેકન્‍ડમાં ૧૦ વષાોને હેન્‍ગર પર લટકાવ્‍યાં હતાં. રેકોર્ડ બનાવવા માટે તેઓ પોતાની સાથે લાકડાનાં તેમ જ પ્‍લાસ્‍ટિકનાં વિવિધ પ્રકારનાં ૧૦ હેન્‍ગર લાવ્‍યા હતા. રેકોર્ડ કાયમ કરવા તેમણે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડની માર્ગદર્શિકાનું પાલન કરીને સારાં વષાો પસંદ કરીને એને વ્‍યવસ્‍થિત રીતે હેન્‍ગર પર લટકાવવાનાં હતાં. એડ્‍વર્ડ અને રોવાનની ટીમે ત્રણ વખત પ્રયાસ કર્યા બાદ ૫૬.૮૭ સેકન્‍ડમાં વષાો લટકાવીને સફળપણે ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડમાં નામ નોંધાવ્‍યું હતું. આ અગાઉનો રેકોર્ડ એક મિનિટ અને ૮.૬૯ સેકન્‍ડનો હતો.

બ્રિટિશ હાર્ટ ફાઉન્‍ડેશન માટે ભંડોળ ઊભું કરવા માટે આ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. રોવાનને માતા તરફથી ધમની ફાઇબરિલેશનનો રોગ વારસામાં મળ્‍યો છે.

(10:52 am IST)